રાજકોટ શિક્ષણ સમિતિનાં કૌભાંડોમાં વિપક્ષનાં નેતાઓ કેમ ‘ચૂપ’?
શિક્ષણના મુદ્દે હલ્લાબોલ મચાવતી ‘આપ’ શિક્ષણ સમિતિનાં કૌભાંડો અંગે મૌન
- Advertisement -
ભાજપનાં ચેરમેન અને આપ નેતાનાં સંબંધીની મિલ બાંટ કે ખાયેંગેની નીતિ?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ પર જ્યારથી અતુલ પંડિત બિરાજમાન થયા છે ત્યારથી એક પછી એક આર્થિક – વહીવટી કૌભાંડ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અતુલ પંડિતના આ કૌભાંડમાં તેમના મુખ્ય સાથીદાર દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા છે. દિનેશ અને દિપક બંને શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય છે, સરકારી કર્મચારી હોવા છતાં સ્કૂલ સ્ટેશનરી પૂરી પાડતી પેઢી ચલાવે છે. આર્ય દિનેશ સદાદિયાની તો પૂર્વા દિપક સાગઠિયાની છે. દિનેશ સાદદિયા પર ભાજપ નેતાઓના ચાર હાથ છે તો દિપક સાગઠિયા પર આમ આદમી પાર્ટીનાં એક નેતા મહેરબાન હોવાનું ચર્ચાય છે. આ દરમિયાન જાણવા મળતી વિગત મુજબ દિપક સાગઠિયા રાજકીય સંબંધો ધરાવે છે. આમ આદમી પાર્ટી શિક્ષણની સમસ્યાઓ ઉજાગર કરવામાં અગ્રેસર છે, શૈક્ષણિક મુદ્દાઓ અવારનવાર ઉઠાવતી રહે છે. પરંતુ આમ આદમી પાર્ટીને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાળા અને વિદ્યાર્થીઓની ગ્રાન્ટનો થતો દુરુપયોગ દેખાતો નથી જેનું મુખ્ય કારણ છે, રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત દ્વારા કરવામાં આવેલા કૌભાંડોમાં આમ આદમી પાર્ટીના નેતાના સંબંધી દિપક સાગઠિયા પણ જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આપના એક નેતાએ પોતાના પક્ષનાં સભ્યોને શિક્ષણ સમિતિના કૌભાંડો અંગે ચૂપ રહેવા જણાવ્યું છે. રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડોના મૂળમાં ભાજપના ચેરમેન અને આપ નેતાના સંબંધીની મિલ બાટ કે ખાયેગેની નીતિ પણ જવાબદાર છે.
દિપક સાગઠિયા URC છતાં પૂર્વા નામની સ્કૂલ સ્ટેશનરી વેંચતી પેઢી ચલાવે છે!
શિક્ષણ સમિતિ અંતર્ગત આવેલી સરકારી શાળાના આચાર્યો ઉપર રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન હેઠળ યુઆરસીની નિમણૂંક કરવામાં આવેલી હોય છે. રાજકોટમાં આવેલી સરકારી શાળાના એક યુઆરસી દિપક સાગઠિયા છે જેઓ સરકારી કર્મચારી હોવા ઉપરાંત પૂર્વા નામની સ્કૂલ સ્ટેશનરી પૂરી પાડતી પેઢીના માલિક પણ છે. એટલું જ નહીં, રાજકોટની સરકારી શાળામાંથી સ્કૂલ સ્ટેશનરી પૂરી પાડવાનો વર્ષે કરોડો રૂપિયાનો ઓર્ડર પણ યુઆરસી દિપક સાગઠિયાને જ અપાઈ છે. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સાદડિયાની આર્ય એન્ટરપ્રાઈઝ તથા યુઆરસી દિનેશ સાગઠિયાની પૂર્વા પેઢીને સ્કૂલ સ્ટેશનરીનો ઓર્ડર આપી બદલામાં લાખોનું કમિશન મેળવે છે, જેમાં સમિતિના સભ્યોનો ભાગ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
અતુલ પંડિત શિક્ષણ સમિતિમાં કૌભાંડો કરી ફરાર
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મસમોટા કૌભાંડ કરી અતુલ પંડિત વિદેશ ફરાર થઈ ચૂક્યા છે. શિક્ષણ સમિતિમાં આચારેલા મસમોટા કૌભાંડો અને ચારિત્રની અંગત બાબતો છતી થયા બાદ અતુલ પંડિત પર ભાજપ, સંઘથી લઈ શિક્ષણજગતમાં થૂં..થૂં.. થઈ રહી હતી. અતુલ પંડિતને જાહેરમાં મોઢું બતાવવું મોંઘુ પડી રહ્યું હતું તેથી તેમણે કરેલા કૌભાંડોનો મામલો ઠંડો ન પડી જાય ત્યાં સુધી તેઓ દેશ છોડી વિદેશ ફરાર થઈ ગયા છે.