નગરપાલિકાની ચૂંટણી પૂર્વે અનેક કાર્યકરો AAPમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકા ખાતેની ચૂંટણી યોજાનાર છે તેવામાં થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. થાનગઢ નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન જોઈએ તેવો વિકાસ થયો નથી જેથી થાનગઢના પ્રજા પ્રાથમિક સુવિધાના અભાવે ત્રસ્ત છે આ તરફ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીના લઈને કમર કસીને તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતર્યા હતા જે ઉમેદવારોનું ઉમેદવારી પત્ર રજૂ કરવા જતાં વિજય સંકલ્પ યાત્રા તરીકે રેલીનું આયોજન કરાયું હતું. આ આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરેલ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહ સાથે જોડાયા હતા જે પૂર્વે કેટલાક પૂર્વ કોર્પોરેટર સહિતના આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જોકે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં શુક્રવારના બપોર સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. ત્યારે આમ આદમી પાર્ટીની વિજય સંકલ્પ યાત્રા દરમિયાન આપના આગેવાન મયુરભાઈ સાકરીયા, રાજુભાઈ કરપડા, કિશોરભાઇ સોળમિયા, દેવકરનભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -