કેન્દ્ર સરકારે શુક્રવારે તમામ વિભાગોના કર્મચારીઓની હાજરી માટે આધાર લીંકડ બાયોમેટ્રીક સિસ્ટમ ફરજીયાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.સિસ્ટમમાં રજીસ્ટ્રેશન છતાં સરકારી વિભાગો અને કર્મચારીઓ આધાર એનેબલ્ડ બાયોમેટ્રીક એટેન્જડન્સ સિસ્ટમ (એઈબીએએસ) દ્વારા હાજરી નહિં નોંધતા હોવાનું ધ્યાનમાં આવ્યા પછી નિર્દેશ જારી કરાયો હતો.
તાજેતરમાં એઈબીએએસના અમલની સમીક્ષા પછી જણાયું હતું કે, સરકારી મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓનાં સરકારી ર્ક્મચારીઓ સિસ્ટમનો ઉપયોગ કરીને હાજરી નોંધતા નથી. જેની ગંભીરતાને ધ્યાને લીધા પછી તમામ મંત્રાલયો અને વિભાગોને બાયોમેટ્રીક મશીન્સ હંમેશા કાર્યરત રાખવા કહેવામાં આવ્યું છે. જે તે વિભાગનાં વડાને સમયાંતરે કર્મચારીઓની હાજરી પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
તેમને નિર્દેશ અપાયો છે કે, કામનાં કલાકો અને કામ પર મોડા આવવા બાબતે ર્ક્મચારીઓનું ધ્યાન દોરવામાં આવે.ઉપરાંત ચુકયા વગર એઈબીએએસનો ઉપયોગ કરીને કર્મચારીઓની હાજરી નોંધવાનું નિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.આવા કર્મચારીઓ સામે પગલા પણ લઈ શકાય. દિવ્યાંગ કર્મચારીઓના બાયોમેટ્રીકસ માટે નીચી ઉંચાઈવાળા મશીન્સ અથવા તેમના ડેસ્ક પર જરૂરી વ્યવસ્થા ગોઠવાશે.
કોરોના પછી લાંબા સમય સુધી એઈબીએએસનો ઉપયોગ કરીને નોંધવામાં આવતી હાજરી પ્રક્રિયા સસ્પેન્ડ કરવામાં આવી હતી. વૈયકિતક મંત્રાલયે 16 ફેબ્રુઆરી 2022 થી એઈબીએએસ દ્વારા હાજરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.જોકે તેનું યોગ્ય પાલન નહીં થતુ હોવાનું તાજેતરની સમીક્ષામાં જણાયું હતું.