ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદી, હેરાફેરી સોમવારે વહેલી સવારે પીઆઇ વી. જે. સાવજની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બિલખા રોડ રામનિવાસ તરફથી ગાંધીગ્રામ બાજુ જીજે 11 સીડી 4021 નંબરની સફેદ કલરની કાર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નીકળવાની હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી આ દરમિયાન રામનિવાસથી શિશુ મંગલ તરફ હકીકતવાળી કાર આવતા તેને રોકી ચાલકને નીચે ઉતારી ચેક કરતા ઘરની પાછળની સીટ અને ડેકીમાંથી રૂ. 1,46,880ની કિંમતના ઈંગ્લીશ દારૂની 912 બોટલ મળી આવી હતી. આથી ગાંધીગ્રામ, સિંધી સોસાયટી પાસેની સીટી બસ કોલોનીમાં રહેતો કાર ચાલક જતીન ભીખા મોરીની અટક કરી દારૂ, કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 5,56,880નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પૂછપરછમાં શખ્સે દારૂનો જથ્થો તેનો મિત્ર ગાંધીગ્રામ સિંધી સોસાયટીમાં રહેતો રાજુ ગોગન શામળાનો હોવાનું જણાવતા તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.