યુવતીના અન્ય સાથે સંબંધોની આશંકા, કંકાસને લઈને પ્રેમી જ ટુ વ્હીલરમાં પોતાના ગામ રીબડા પાસે લઈ ગયો અને ગળું દબાવી હત્યા કરી લાશ નજીકમાં ફેંકી દીધી હોવાની આપી આરોપી સંદિપે કેફિયત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-ગોંડલ હાઈ-વે પર રીબડા ગામ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં ગઈકાલે સવારે મળેલી યુવતીની રહસ્યમય લાશમાં બનાવ અકસ્માત કે આપઘાત નહીં પરંતુ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવતી જેની સાથે લીવ ઈન રિલેશનશીપમાં પત્નીની માફક રહેતી હતી તે રીબડા ગામના વતની જ સંદિપ છગનભાઈ સગપરિયા હાલ રહે.રઘુવીર સોસાયટી-5 સહકારનગર મેઈન રોડ નામના શખસે જ કરી હોવાનું ખુલ્યું છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે સંદિપને સકંજામાં લઈ ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો તહો. આરોપીએ શબાના ઉર્ફે સંજના તેની સાથે ત્રણ વર્ષથી રહેતી હતી.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt
- Advertisement -
ચારિય પર શંકા અને રોજના વધેલા ઘર કંકાસથી શબાનાની હત્યા કર્યાની કેફિયત પોલીસ સમક્ષ આવી છે. યુવતી કોઠારિયા ગામે રહેતા સાજેદાબેન ફિરોઝભાઈ સમાની પુત્રી હોવાની માહિતી આધારે એક ટીમ ત્યાં પહોંચી હતી. જયાંથી પોલીસને મળેલી વિગતો અને અન્ય માહિતગારો મારફતે થયેલી પ્રા માહિતી આધારે ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ એમ.એમ.ઝાલા સહિતના સ્ટાફે સંદિપ સગપરિયાને ઉઠાવી લીધો હતો. પોલીસે હાથ ધરાયેલી પૂછતાછમાં યુવતીની હત્યાનો ભેદ ખુલ્યો હતો.



