તને જીવતો રાખવો નથી’ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂ કરનાર બેલડી સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ચામુંડાનગરમાં રહેતા અને બાળકોની ચકરડી ચલાવતા અનિકેતભાઈ મનોજભાઈ રાઠોડએ હાર્દિક સભાડ અને સોનુ ભયાજી સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી આશરે એકાદ માસ પહેલા મારા ઘરે દીકરી હેતાંશીનો જન્મ થયો હોય અને અમારી દીકરીનો વજન ઓછો હોય જેથી ડોક્ટર સાહેબ અમોને કહેલ કે કદાચ બેબીને કાચમાં રાખવી પડશે અને ત્યારબાદ અમો દીકરીને ઘરે લઈ ગયા હતા અને ત્યાર બાદ દસ દિવસ બાદ મારી દીકરીને ચોટીલા પગે લગાડવા માટે માનતા રાખી હોય જેથી હું હિરેન જે સેલ્ફ ડ્રાઇવિંગમાં કાર ભાડે આપતા હોય તેની વરના કાર ગઈ તા.20-11ના સાંજે ભાડે લાવી ઘરની પાસે રાખી હતી અને સાંજે હાર્દિક તથા અનિકેત ભૈયાજી અમારા ઘર પાસે આવેલ અને અમારી ચકરડીમાં લાકડાના ધોકા તથા બાજુમાં 5ડેલ વરના કારમાં પણ લાકડાના ધોકા મારી કાચ તોડી નાખ્યા હતા અને આ બંને અમારી જ્ઞાતિ વિશે બોલી અમોને કહેલ કે તમારે ગાડી લેવાની તેવડ છે તેમ કહી જતા રહ્યા હતા ત્યાર બાદ હાર્દિકના પપ્પા મારા ઘરે આવી નુકસાનીના રૂપિયા આપી દેવાનું કહી સમાધાન કર્યું હતું અને ત્યાર બાદ મોડી રાત્રિના વરના કાર કોઈએ સળગાવી નાખી હતી જેથી બીજા દિવસે મને જાણવા મળેલ કે આ વરના કા2 સોનુ ભૈયાજી તથા આર્યન ઉર્ફે તાલીએ સળગાવી દીધેલ હતી અને આ બાબતે મેં પોલીસ ફરિયાદ કરી હતી ગઈ તારીખ 12 ડિસેમ્બરના રોજ હું મારું એક્ટિવા લઈ શેરીમાં પહોંચતા ત્યાં હાર્દિ તથા સોનુ ત્યાં ઉભેલા હોય તેણે મને બોલાવતા હું તેમની પાસે જતા મને પકડી નેફામાંથી છરી કાઢી અને મારા ગળા પર રાખી મને કહેલ કે આ ફેરવી દઈશ તો અહીંના અહીં તારું પૂરું થઈ જશે અને અમારા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કેમ કરવા ગયો હતો તેમ કહી હું જતો હોય ફરી પાછો તે દોડીને મને મારવા દોડેલ મેં છરી પકડી રાખેલ પરંતુ હાર્દિકે મને આડેધડ માથામાં ઊંધી છરીના ઘા મારેલ અને બેફામ ગાળોપાટુનો માર માર્યો હતો ત્યારે હાથમાંથી છરી પડી જતા ત્યાં રોડ પર સિમેન્ટનો બ્લોક પડેલ હોય તે મને મારી દીધો હતો ત્યારે સોનુંએ ગાળો ભાંડી આ લોકો કહેતા હતા કે તને જીવતો નથી રહેવા દેવો અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ કરેલ છે તેમ કહી ધમકી આપી હતી જેથી સારવાર લીધા બાદ અંતે ફરિયાદ નોંધાવી હતી.



