જૂનાગઢના ઇકબાલ કુરેશીએે પ્રધાનમંત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી
સોશિયલ મીડિયામાં યુવાને પ્રધાનમંત્રી વિરુદ્ધની પોસ્ટ મૂકી હતી
- Advertisement -
જૂનાગઢ પોલીસની સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર નજર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ દેશ ભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સોશ્યલ મીડિયા પર પક્ષા પક્ષીની વોર ચાલી રહી છે અને બેફામ વાણી વિલાસ સાથે એક બીજા પક્ષ પર કાદવ ઉછેળતાની પોસ્ટ મૂકી રહ્યા છે ત્યારે જૂનાગઢના દાતાર રોડ પર રહેતા હૈદર ઇકબાલભાઈ કુરેશી નામના શખ્સે સોશ્યલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી પોસ્ટ મુકતા જૂનાગઢ એસઓજી પોલીસે યુવાન અટકાયત કરી એ.ડિવિઝન પોલીસને સુપ્રત કરતા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી છે.
જૂનાગઢ શહેરના દાતાર રોડ પર રહેતા હૈદરઅલી કુરેશી નામના શખ્સે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી આઈ લવ જૂનાગઢ વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ મુકતા એસઓજી પોલીસે યુવાનને ઝડપી પાડયો હતો અને એ.ડિવિઝન પોલીસને સુપ્રત કરતા એ.ડિવિઝન પોલીસે હૈદર ઇકબાલ કુરેશી નામના યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે આજના યુગમાં સૌથી મોટું હથિયાર સોશ્યલ મીડિયા છે જેમાં નેતાઓ તેમજ પક્ષના આગેવાનો સહીતના લોકો વિરુદ્ધ અભદ્ર ભાષા સાથે ટિપ્પણી થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.
- Advertisement -
ત્યારે પોલીસ દ્વારા પણ સોશ્યલ મીડિયા પર નજર રાખીને અભદ્ર અને કોઈના વિષે ખરાબ ટિપ્પણી કરનાર શખ્સો સામે કર્યાહવી કરે છે.ત્યારે શહેરના નીચલા દાતર વિસ્તારમાં રહેતા હૈદર ઇકબાલ કુરેશી નામના યુવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ બીભત્સ શબ્દોનો પ્રયોગ કરી કોઈ એક વર્ગના લોકોમાં વૈયમનસ્ય પેદા થાય તેવી અપમાન જનક પોસ્ટ મૂકીને વોરા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ અને કોમ કોમ વચ્ચે વૈયમનસ્ય ફેલાઈ તેવી પોસ્ટ મૂકીને ડીલીટ કરી દેતા પુરાવાનો નાશ કરી ગુનો કરતા એ.ડિવિઝન પોલીસે આઇપીસી 153(બી) 505(2) અને 504 મુજબ ગુન્હો દાખલ કરી યુવાન વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના DYSP હિતેશ ધાંધલિયાની લોકોને અપીલ
જૂનાગઢ સોશ્યલ મિડીયા પર અપમાનજનક ટિપ્પણી કરનાર લોકો પર પોલીસની બાજ નજર જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યુ હતુ કે, હાલ ચૂંટણી સમયે આદર્શ આચારસંહિતા અમલમાં છે ત્યારે લોકોને અપીલ કરૂ છુ કે, સોશ્યલ મિડીયા પર લોકોએ જાતી, ધર્મ, સમુદાય સહિત કોમ વચ્ચે વૈયમનસ્ય ફેલાઇ તેવી કોઇ પણ પોસ્ટ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જૂનાગઢ પોલીસની સોશ્યલ મિડીયાના તમામ પ્લેટફોર્મ ઉપર નજર છે અને કોઇ પણ લોકો વિરૂઘ્ધ અભદ્ર અથવા વૈયમનસ્ય ફેલાઇ તેવી ટિપ્પણી કરનાર સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.