ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જન્નતબેન યાકુબભાઈ સંધવાણીએ ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે મચ્છુ-3 ડેમ પાસેના આરટીઓ પુલ પરથી પાણીમાં ઝંપલાવ્યું હતું.
ઘટના સમયે ત્યાં હાજર અમરેલી ગામના જયદીપભાઇ દિનેશભાઈ ઝીંઝવાડીયાએ મહિલાને પડતા જોઈ તરત જ પાણીમાં કૂદી પડ્યા. તેમણે મહિલાને બચાવી લીધી. આસપાસના લોકોએ દોરડા ફેંકીને બંનેને પાણીમાંથી બહાર કાઢ્યા. બે સંતાનોની માતા જન્નતબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરવામાં આવી છે. ફિરોજભાઈ સુમારા આ કેસની તપાસ કરી રહ્યા છે. મહિલાએ કયા કારણોસર પાણીમાં ઝંપલાવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મોરબીમાં મચ્છુ-3 ડેમમાં કૂદેલી મહિલાનો અમરેલીના યુવકે જીવ બચ્યો



