ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.27
રાજુલા તાલુકાના ખાંખબાઇ ગામે આવેલ ધાતરવડી નદીમાં નાહવા ગયેલ યુવક ડૂબી જતાં મોત થયું હતું. ખાંખબાઇ ગામમાં ધાતરવડી નદીમાં બપોરના અરસામાં પિતા તથા તેમના બે પુત્રો સહિતના લોકો નાહવા ગયેલ હતાં. જેમા એક યુવક વિક્રમ વિષ્ણુભાઇ ચોહાણ ઉ.વ.15 નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ધટના પગલે ગામના સરપંચ સવાભાઇ ઘાઘંલકા, ઉપસરપંચ ભરતભાઇ જાલંધરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતાં. આ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જાણ થતાં તાત્કાલીક ધટના સ્થળે પહોંચ્યાં હતાં. અને સ્થાનિક તરવૈયા તેમજ ધારાસભ્યે નદીમાં છલાગ લગાવી યુવકની શોધખોળ હાથ ઘરવામા આવી હતી. ભારે જહેમત બાદ યુવકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 108 મારફતે યુવકને પીએમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. યુવકના મોતને લઇ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.