1500 ગ્રામ વજન ધરાવતા પ્લેનને બનાવવા એક મહિનાની મહેનત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ધ્રાંગધ્રા તાલુકાના રાયગઢ ગામના ખેડૂત યુવાને એક મહિનાની મહેનત થકી આકાશમાં ઊડતું દ્રોણ પ્લેન બનાવ્યું હતું જેમાં એક મહિનાની મહેનત સાથે યુવાને પ્લેનમાં ઉપયોગ થતી તમામ ચીજવસ્તુઓ સ્વદેશી હોવાની પણ માહિતી આપી હતી.
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના રાયગઢ ગામે રહેતા ખેતી કામ કરતા સુરેશભાઈ ઠાકોર નામના 37 વર્ષીય યુવાને ભણેલા ગણેલા યુવાનોને પણ પાછળ છોડી દીધા છે. ખેતી કામ કરતા અને માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા સુરેશભાઈ ઠાકોર દ્વારા પોતાના હાથે કોઈની મદદ લીધા વગર જ આકાશમાં ઊડતું ડ્રોન પ્લેન બનાવ્યું છે. રાયગઢ જેવા નાનકડા ગામના યુવાન સુરેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે “તેઓ માત્ર જજઈ સુધી અભ્યાસ કરેલ છે જે બાદ પોતાની ખેતીમાં ધ્યાન આપવા માટે અભ્યાસ છોડી દઈ ખેતી કામ શરૂ કર્યું હતું નાનપણથી જ પોતાને કંઈક નવીનતમ ચીજવસ્તુઓ બનાવવાનો શોખ હોવાથી વારંવાર પ્રયત્નો કરતા હતા જેમાં તેઓને આગાઉ ડ્રોન પ્લેન બનાવવા માટેનો વિચાર આવતા પોતે માધ્યમ પરિવારમાંથી આવતા હોવાથી રોજબરોજના જીવનમાં સામાન્ય રીતે ઉપયોગ થતી ચીજવસ્તુ થકી પ્લેન બનાવવાની શરૂઆત કરી હતી જેમાં મોટર, બેટરી, પ્લાસ્ટિકની સીટ તથા બલ્બ સહિતની ચીજવસ્તુ થકી એક મહિના સુધીની સતત મહેનત બાદ ડ્રોન પ્લેન બનાવ્યું હતું પહેલા માત્ર સામાન્ય પ્લેન બનાવી ખેતરમાં પ્લેન ટેસ્ટ કરવામાં આવ્યું હતું જે બાદ પ્લેન પૂર્ણ રૂપે સજાવટ કરી રીતસર પ્લેન જેવો આકાર આપી બાદમાં ઉડાવવામાં આવ્યું હતું. વધુમાં સુરેશભાઈ ઠાકોર જણાવ્યું હતું કે ડ્રોન પ્લેન એક વખત ચાર્જ કરવાથી આશરે દોઢથી બે કિલોમીટર સુધી સતત ઉડ્યા કરે છે સાથે જ બનાવેલા ડ્રોન પ્લેનમાં હજુ કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે”. ત્યારે માત્ર 10 પાસ યુવાને પ્લેન બનાવવા માટેનો ઉપયોગ આર્મી અને ખેડૂતને પોતાના ખેતરમાં અવકાશી નજર રાખવા માટેના હેતુથી બનાવ્યું હોવાનું જણાવ્યું છે. જ્યારે યુવાને આ ડ્રોન પ્લેન સંપૂર્ણ પણે તૈયાર થતા દેશની આર્મીને સુપ્રત કરવાનો સદવિચાર પણ પ્રગટ કર્યો હતો. ત્યારે સામાન્ય પરિવારમાંથી આવતા રાયગઢ ગામના યુવાને પોતાની મહેનત થકી મોટી સફળતા હાસલ કરી છે.