મારા મોત માટે કોઈ જવાબદાર નથી: સ્યુસાઇડ નોટ મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
કેશોદના વકીલ યુવકે અવાવરૂ વિસ્તારમાં જઈ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મૃતક છે. મૃતક વકીલ યુવક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં મોતના કારણ અંગે કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કરી કોઈ વ્યક્તિ પર કાર્યવાહી ન કરવા લખ્યું છે. બીજી તરફ મૃતકના યુવકના પિતાએ સિવીલ મેરેજ બાદ તે તેમના પુત્રની પત્ની ન આવતી હોવાથી અને તેમના સાસરીયા દ્વારા ત્રાસ આપતો હોવાથી આપઘાત કર્યાનો આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. પ્રજાપતિ સોસાયટીમાં રહેતા દિવ્યેશકુમાર આ વિષ્ણુભાઈ જેઠાણી નામના વકીલે કેશોદના રાણીંગપરા ગામે અવાવરૂ વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. આ અંગેની 108ને જાણ થતા તેમને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
- Advertisement -
મૃતક વકીલ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી છે જેમાં તેણે તેના મોત માટે કોઈ જવાબદાર નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. એ લખાણ લખી આજની તારીખ, સ્થળ કેશોદ, પોતાની સહી અને ચાર સિક્કા માર્યા છે. આ બનાવ અંગે તેમના પિતા વિષ્ણુભાઈ જેઠાણીએ જણાવ્યું હતું કે, કર્યો મારા પુત્રએ આપપાત કર્યો છે તેનું કારણ એ છે કે સિવિલ મેરેજ કર્યા હતા. મેરેજ બાદ આઠ – દસ દિવસ ફરવા ગયા હતા, ફરીને આવ્યા બાદ આઠેક દિવસ તેમની પત્ની મારા ઘરે રહી હતી, ત્યારબાદ તેમના પિતાના ઘરે આંટો મારવા ગઈ ત્યારથી તેના માવતર તેને પરત ન આવવા દીધી, મારા પુત્રને તેમના સસરા પક્ષ તરફથી ટોર્ચર કરવામાં આવતું હતું જેના કારણે મારો પુત્ર દુ:ખ સહન ન કરી શકતા તેણે આ પગલું ભર્યું છે. હું આ અંગે પોલીસ ફરિયાદ કરવાનો છું. આમ એડવોકેટ યુવકના આપઘાત મામલે સમગ્ર કેશોદ પંથકમાં ચકચાર મચી છે.



