ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીર સાથે જેમનો કાયમી નાતો છે તેવા માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા સાસણ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને માલધારીઓના પશુઓની દૂધ ઉત્પાદકતા વધે અને તેમના પશુઓમાં આવતા જુદા જુદા રોગોને અટકાવી શકાય. આમ, જેથી પરોક્ષ રીતે વન્યપ્રાણીઓમાં પણ રોગોનું નિયંત્રણ કરી શકાય.ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરના માર્ગદર્શનમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત આયોજિત સ્કિલ અપ ગ્રેડેશન વર્કશોપમાં પશુપાલન સાથે જોડાયેલા માલધારીઓને મૂલ્યવર્ધન માટે અને પોતાના ઉત્પાદનોને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે નિષ્ણાતોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યશાળામાં વન વિભાગના અધિકારીશ્રીઓ અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.