કાથરોટ શાળાના વિદ્યાર્થીઓએ આધુનિક ટેક્નોલોજી ઉપયોગ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગણિત વિજ્ઞાન પ્રદર્શન જૂનાગઢ તાલુકા ગ્રામ્ય વિભાગમાંનું તા.18 ઓકટોબરના રોજ મજેવડી મુકામે યોજાયું જેમાં કાથરોટા માધ્યમીક શાળાના બાળ વૈજ્ઞાનિકો ગજેરા ભાર્ગવ અને સુરવિલા રાજ પાંચમા વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો જે હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે આ બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શક ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક બલદેવપરી સાહેબે પૂરું પાડ્યું હતું. આ બાળ વૈજ્ઞાનિકો દ્વારા આ વિભાગમાં આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રે ખુબજ ઉપયોગી ઑનલાઇન અનવિજીબલ સ્ક્યોરીટી અને હાજરીનું લાઇવ કાર્યાન્વિત મોડેલ બનાવવા આવ્યો હતું જેમાં કોઈ કપની, સ્કૂલ,બેંક સરહદ કે જ્યાં ખૂબ સિક્યોરિટીની જરૂર હોય તેમજ ખૂબ વધારે મેદની એકઠી કરતા હોય અને જેમાં ચોક્કસ પ્રકારના લોકોનેજ કે કર્મચારીઓને એન્ટ્રી આપવાની હોય એના માટે આ મોડેલ ખૂબ ઉપયોગી બની શકે તેવી કૃતિ રજુ કરવામાં આવી.