નાટક દ્વારા સરળ શૈલીમાં મહિલા મતદારોને મતદાન કરવા અપાઈ સમજ
ખાસ-ખબર ન્યૂઝ કોટડા, તા.21
- Advertisement -
કોડિનાર વિધાનસભા મતવિસ્તારમાં ગત ચૂંટણીમાં 50% થી ઓછું મતદાન થયું હોય તથા મહિલા અને પુરુષના કુલ મતદાનમાં 10% કે તેથી વધુ તફાવત હોય તેવા મતદાર વિભાગો અને વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે. તે અંતર્ગત કોટડા પ્રાથમિક શાળા કોટડા (વેલણ) ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોટડા ગામની મહિલાઓને નાયબ મામલતદાર બી.આર.ગોહિલે મતદાનનું મહત્વ સમજાવી લોકશાહી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી પણ ખૂબ મહત્વપૂર્ણ છે ત્યારે તમામ મહિલાઓ મતદાન માટે આગળ આવે અને પોતાનો અમૂલ્ય વોટ આપે તે માટે અપીલ કરી હતી.