નાનું પ્લેન આકાશમાંથી ફ્લોરિડા ફ્રીવે પર પડ્યું, કાર પર લપસી ગયું
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક નાના વિમાને મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક કારને ટક્કર મારી દીધી. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટને મજબૂરીમાં હાઇવે પર ઉતરાણ કરવું પડ્યું હતું. આ અકસ્માતનો લાઇવ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જોરદાર ચર્ચા થઈ રહી છે. માહિતી અનુસાર આ અકસ્માતમાં કારચાલક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- Advertisement -
વિમાનમાં શું ખામી સર્જાઇ?
વિમાન Beechcraft 55 મૉડલનું હતું, જેમાં 27 વર્ષીય પાયલોટ અને તેના હમઉમર સાથી મુસાફર હતા. ફ્લોરિડા હાઇવે પેટ્રોલ (FHP) અનુસાર, વિમાનના બંને એન્જિનમાં અચાનક પાવર લોસ થયો હતો, જેના પગલે પાયલોટે તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટ્રાફિક વચ્ચે ઉતરતી વખતે વિમાન 2023 મૉડલની ટોયોટા કેમરી કાર સાથે અથડાયું હતું.
વિમાન મહિલા પાઈલટ ઉડાવી રહી હતી?
- Advertisement -
ટોયોટા કેમરી ચલાવી રહેલી 57 વર્ષીય મહિલાને ગંભીર ઈજા થઈ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. સદનસીબે, વિમાનમાં સવાર બંને વ્યક્તિને કોઈ ઈજા થઈ નહોતી. આ અકસ્માત સોમવારે સાંજે 5:45 વાગ્યે થયો હતો, જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિક હતો. અથડામણ પછી વિમાન હાઇવે પર જ ઊભું રહ્યું અને આખા વિસ્તારમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
દુર્ઘટનાને પગલે હાઇવે બંધ!
આ દુર્ઘટના બાદ I-95 ના દક્ષિણી લેનને 201 માઇલ માર્કર પાસે સંપૂર્ણપણે બંધ કરવું પડ્યું હતું. રાહત અને બચાવ ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. હાઇવે ઘણા કલાકો સુધી બંધ રહ્યો અને સવારે લગભગ 9 વાગ્યે ફરીથી ખોલવામાં આવ્યો. રસપ્રદ વાત એ છે કે, ફ્લોરિડામાં આ જ દિવસે ઓરલેન્ડોથી 46 માઇલ દૂર DeLand વિસ્તારમાં એક Cessna 172 વિમાને પણ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, જેમાં સવાર બે લોકો ઘાયલ થયા હતા પરંતુ તેમની હાલત સ્થિર જણાવાઈ છે.




