મોરબી રોડ ઉપર હડાળાના પાટિયાં પાસે બનેલો બનાવ
બે સંતાનોએ માતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં માતમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટ-મોરબી હાઇવે પર હડાળાના પાટીયા પાસે રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે રસ્તો ઓળંખી રહેલા હડાળાના ફરીદાબેન ઇકબાલભાઇ સરવદી ઉ.34 નામના મહિલાનું ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.
હડાળા રહેતાં ફરીદાબેન સરવદી રાત્રીના દસેક વાગ્યે હડાળાના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે ટ્રકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાયો હતો બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો
પ્રાથમિક તપાસમાં મૃતક ફરીદાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ડ્રાઇવીંગ કામ કરી ગુજરાન ચલાવે છે.
જાણવા મળ્યા મુજબ ફરીદાબેન તથા પરિવારજનો કચ્છના હાજીપીરના ઉર્ષમાં ગયા હતાં ત્યાંથી રાત્રે પરત આવી પોતાના ગામ હડાળાના પાટીયા પાસે રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
અન્ય એક મહિલાનો ઇજા સાથે બચાવ થયો હતો. અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રકચાલકને શોધવા પીએસઆઇ વરૃ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.