એક મહિલાએ તેના છૂટાછેડાની ઉજવણી માટે ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જુઓ ફોટોઝમાં મહિલાની ડિવોર્સ બાદની ખુશી
સોશિયલ મીડિયા પર એક મહિલાની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે છૂટાછેડાની ઉજવણી કરતી જોવા મળી રહી છે. કેટલાક લોકો આના પર ગુસ્સે છે તો કેટલાક સમર્થન કરી રહ્યાં છે. વિરોધ કરનારાઓ કહે છે કે સંબંધ તૂટવાની ખુશી કોણ ઉજવે છે. જ્યારે સમર્થકોની દલીલ છે કે આ ખુશી ઝેરી સંબંધોમાંથી બહાર નીકળીને નવું જીવન શરૂ કરવાની છે.
- Advertisement -
આ મહિલાનું નામ શાલિની છે. તેણે તાજેતરમાં જ છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં તે લાલ રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તે તેના હાથમાં છૂટાછેડાના પેપર છે, તેના લગ્નની તસવીર ફાડી રહી છે, તેને તેના પગ નીચે કચડી રહી છે અને પોતાનો ગુસ્સો કાઢી રહી છે. તેણે તસવીરોની સાથે એક કેપ્શન પણ લખ્યું છે.
View this post on Instagram- Advertisement -
મહિલાએ આપ્યો ખાસ મેસેજ
મેસેજમાં તે કહે છે, ‘એક છૂટાછેડા લીધેલી મહિલાનો સંદેશ એવા લોકો માટે છે જેઓ બેજુબાન મહેસૂસ કરી રહ્યા છે. ખરાબ લગ્નમાંથી બહાર નીકળવું ઠીક છે કારણ કે તમે ખુશ રહેવાનું ડિઝર્વ કરો છો અને ક્યારેય ઓછા માટે સમાધાન ના કરશો. તમારા જીવન પર નિયંત્રણ રાખો અને તમારા અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે જરૂરી ફેરફારો કરો. છૂટાછેડા એ નિષ્ફળતા નથી. આ તમારા માટે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાનો વળાંક છે. લગ્ન તોડવા અને એકલા ઊભા રહેવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે, તેથી હું આ બધી બહાદુર મહિલાઓને સમર્પિત કરું છું.’
#Divorce Take huge alimony either through monetary settlement which may be through filling false cases against in-laws. Then spend some part of it for Divorce photoshoot. #Womens They are leading marriage to a different level. pic.twitter.com/Cn30Gn86Ig
— Emotional_ (@Emotional7979) May 2, 2023
આ ફોટોશૂટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો આના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઈમોશનલ નામના યુઝરે કહ્યું, ‘છૂટાછેડામાં, કાં તો તમે પૈસાની પતાવટ દ્વારા ભારે એલિમોની (ભરણપોષણ) લો છો, જે સાસરિયાઓ સામે ખોટા કેસ દાખલ કર્યા પછી મળે છે. પછી તમે તેનો કેટલોક ભાગ છૂટાછેડાના ફોટોશૂટ પર ખર્ચો. મહિલાઓ લગ્નને એક અલગ સ્તર પર લઈ રહી છે.’
બીજી તરફ રાજ નામના યુઝરે કહ્યું, ‘ લગ્નનું ફોટોશૂટ જોયું હતું, હવે છૂટાછેડાનું ફોટોશૂટ પણ શરૂ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ફોટોગ્રાફરે પોતાની તક શોધી લીધી.’
શાલિનીએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જ્યાં હજારો લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે. લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.