An intelligent person should not grieve if any project does not succeed inspite of the application of fair and proper means
કથામૃત:
- Advertisement -
ર13મી સદીની આ સત્ય ઘટના છે. સ્કોટલેન્ડના સમ્રાટ રોબર્ટ ધ બ્રુશ બાહોશ યોદ્ધા હતા. એક વખત ઇંગ્લેન્ડના સમ્રાટે સ્કોટલેન્ડ પર ચડાઈ કરી. હિંમત હાર્યા વગર રોબર્ટ ધ બ્રુશે ઇંગ્લેન્ડની વિશાળ સેનાનો મુકાબલો કર્યો. સૈન્યબળ ઓછું હોવાથી યુદ્ધમાં લાંબો સમય ટકી શક્યા નહીં અને જીવ બચાવવા જંગલમાં છુપાઇ ગયા. થોડા સમય પછી જંગલમાંથી બહાર આવીને રોબર્ટ ધ બ્રુશે ઇંગ્લેન્ડના સૈન્ય સાથે ફરીથી યુદ્ધ કર્યું પણ સ્કોટલેન્ડને ઇંગ્લેન્ડના કબજામાંથી મુક્ત કરાવવામાં એ નિષ્ફળ રહ્યા આથી ફરીથી જંગલમાં આવીને છુપાઇ ગયા. આવું એક વખત નહીં પરંતુ છ વખત બન્યું. હવે સમ્રાટ હિંમત હારી ગયા હતા. જંગલમાં એક ગુફામાં બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે, ‘ઇંગ્લેન્ડની આ વિરાટ સેનાને હરાવવી શક્ય નથી. માટે હાર સ્વીકારી લેવી.’ બરાબર એ જ વખતે એનું ધ્યાન એક કરોળિયા પર ગયું જે જાળું બનાવી રહ્યો હતો. સમ્રાટ એકાગ્રતાથી એને જોવા લાગ્યા. માંડ માંડ જાળું બનવા આવે ત્યાં લાળ તૂટી જાય અને કરોળિયાની બધી જ મહેનત પાણીમાં જાય.
કરોળિયો ફરીથી પુરી હિંમત સાથે પોતાનું કામ શરૂ કરે અને છેલ્લી ઘડીએ જાળું તૂટી પડે. આવું 7 વખત બન્યું એટલે સમ્રાટના મનમાં એક વિચારે ઝબકારો દીધો કે, જો કરોળિયો હિંમત ન હારતો હોય તો હું શા માટે મારા હથિયાર હેઠા મૂકી દઉં છું? એણે ફરીથી પોતાના માણસોને ભેગા કર્યાં. યોગ્ય આયોજન કર્યું. માણસોને તાલીમ આપી અને પછી ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ કર્યું. આ વખતે ઇંગ્લેન્ડે પીછેહઠ કરવી પડી અને રોબર્ટ ધ બ્રુશે ફરીથી સ્કોટલેન્ડ પોતાના કબજામાં લઈ લીધું. એ જીવ્યા ત્યાં સુધી સ્કોટલેન્ડના સમ્રાટ તરીકે સત્તા ભોગવતા હતા.
બોધામૃત
- Advertisement -
કોઈ કાર્યની શરૂઆત કરીએ અને પુરતા પ્રયાસો પછી પણ જો સફળતા ન મળે તો પીછેહઠ કરવાને બદલે રોબર્ટ ધ બ્રુશના જીવનની આ ઘટનાને યાદ કરવી. આદરેલા કામને અધૂરું મૂકવાને બદલે પ્રયાસો ચાલુ જ રાખવા કારણ કે હરિવંશરાય બચ્ચન કહે છે તેમ, ‘કોશિશ કરને વાલોકી કભી હાર નહીં હોતી…’