નવીબંદર PSI પ્રીતિ ઝાલાએ જરૂરિયાતમંદોને અર્પણ કરી ફટાકડાની કીટ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
દિવાળી પર્વે સૌ કોઈ ખુશીઓની ઉજવણીમાં મગ્ન હોય છે, પરંતુ સમાજના કેટલાક વર્ગો એવા છે જેઓ આ પર્વને ધામધૂમથી મનાવવા માટે સુવિધાઓથી વંચિત રહેતા હોય છે. પોરબંદરના નવી બંદર ગામમાં પણ આ પરિસ્થિતિ જોવા મળતી હતી. તે સમયે ગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ ઝાલાને આ બાળકો માટે ખાસ વિચાર આવ્યો. પીએસઆઈ પ્રીતિ ઝાલા અને તેમનો સ્ટાફ ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોને દિવાળીના પર્વને ખુશીથી ઉજવવામાં સહાયરૂપ બનવા માટે આગળ આવ્યા. તેમણે આ બાળકોને ફટાકડાની કીટ અર્પણ કરીને તેમને દિવાળીના પર્વમાં ખુશી આપી. બાળકો માટે આ દાન માત્ર ફટાકડાની કીટ સુધી મર્યાદિત ન રહ્યું, પણ તેમની આંખોમાં દીપાવનારી ખુશીઓ અને રમતાં-ફૂળતાં મોંએ આનંદના ચમકતા કિરણો જોવા મળ્યા. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ પણ આ કાર્ય માટે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો. ઙજઈં પ્રીતિ ઝાલાના આ પ્રયાસથી બાળકોને માત્ર ફટાકડાની કીટ જ નહીં પરંતુ પર્વને ઉજવવાની એક અનોખી તકો મળી. જ્યારે હકીકતમાં ઝૂંપડપટ્ટીના બાળકો માટે આ દિવાળી ખુશીના રંગોમાં રંગાઈ ગઈ, ઙજઈં પ્રીતિ ઝાલાના આ મૈત્રીપૂર્ણ પ્રયાસે દિવાળી પર્વને એક નવી ઊંચાઈ આપી છે.