માલવિયા કોલેજમાં ચાલી રહેલી બી.કોમ.ની પરીક્ષામાં ગેરરીતિનો વિડીયો વાયરલ
મોબાઇલમાં જ કાપલી, હોલ ટિકિટ અને આન્સર સીટ સાથેનો વીડિયો બનાવી વાઇરલ કર્યો, પીડીએમ કોલેજને નોટિસ ફટકારી
- Advertisement -
પરીક્ષા હોય અને ચોરી ન થાય તેવું બને જ નહીં. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરીક્ષાર્થી છેલ્લી બેન્ચ પર બેસી કાપલી સાથે પરીક્ષાખંડમાં પહોંચ્યો હતો. પરીક્ષાર્થીએ પોતાના જ મોબાઇલમાં કાપલી, હોલ ટિકિટ અને આન્સર સીટ સાથેનો વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. પરીક્ષા ચોરીનો વિડીયો વાયરલ કરતા બી.કોમ. સેમ-1ના જય પ્રજાપતિ નામના વિદ્યાર્થીનું એનરોલમેન્ટ સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગે રદ કરી વિદ્યાર્થી વિરુદ્ધ કોપી કેસ કરવામાં આવ્યો છે. પીડીએમ કોલેજને નોટિસ ફટકારી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર એકની પરીક્ષા ગઈકાલે પૂર્ણ થઇ હતી. જેમાં છેલ્લા પેપર દરમિયાન રાજકોટની માલવિયા કોમર્સ કોલેજ ખાતે એક વિદ્યાર્થી મોબાઈલ અને ચીઠ્ઠી લઈને અંદર પરીક્ષામાં પ્રવેશ્યો હતો. અહીં તેણે પરીક્ષા ખંડની અંદર છેલ્લી બેન્ચ પર બેસી પરીક્ષાની હોલ ટિકિટ, આન્સર સીટ અને ચીઠ્ઠી સાથેનો વીડિયો બનાવી ખુદ પરીક્ષાર્થીએ જ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
પરીક્ષા દરમિયાન કુલ 10 કોપીકેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્બારા કુલ 10 કોપીકેસ કરવામાં આવ્યા છે. સીસીટીવીના માધ્યમથી 10 કોપીકેસ કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટ 1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જેમાં બે સવારના 9.30થી 12 વાગ્યા સુધી અને બપોર પછી 2.30થી 5 વાગ્યા સુધી એમ શેડ્યુલમાં પરીક્ષા લેવામાં આવી હતી.
પારદર્શક પરીક્ષાની વાતો વચ્ચે ચોરી
એક બાજુ યુનિવર્સિટી મોટી મોટી વાતો કરે છે અને પારદર્શક પરીક્ષા લેવામાં આવતી હોવાની સ્પષ્ટતા કરે છે.જયારે બીજી બાજુ બેફામ ચોરીના કેસ અવાર નવાર સામે આવતા હોવાથી જાણે યુનિવર્સિટીને કંલક લાગ્યું હોય તેવી ઘટના પુરી થવાનું નામ જ લેતી નથી. યુનિવર્સિટીની પરીક્ષામાં કઈ પ્રકારે લોલંલોલ ચાલે છે તે દર્શાવતો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઉતરવહીની બાજુમાં ચિઠ્ઠી રાખી હો યતેવો વિડીયો વાયરલ થયો છે. આ મામલે તપાસ કરતા શહેરના ગોંડલ રોડ પર સ્થિત પી.ડી.એમ. કોલેજમાંથી વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કયો હર્તો.



