લોકલ ક્રાઈમ બ્રાન્ચએ વોરન્ટની બજવણી કરી આરોપીને જેલહવાલે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લામાં સતત વધી રહેલા વ્યાજખોરીના ગુના સામે પોલીસે કડક વલણ અપનાવતાં એક વધુ વ્યાજખોરને પાસા કાયદા હેઠળ અટકાયતમાં મૂકયો છે. આરોપી અર્જુન ઉર્ફે બુધો જેઠાભાઈ મકવાણા (ઉંમર 30), રહે. ભારતીય વિદ્યાલય પાછળ, જનતા સોસાયટી – તેના વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ હતો.
જિલ્લામાંથી વ્યાજખોરીના દુષણને સમૂળે નાબુદ કરવા તથા આવા વ્યાજખોરી કરતા શખ્સો પર કડકમાં કડક કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓની સ્પષ્ટ સૂચના બાદ, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ્પેક્ટર એ.એસ. બારાએ આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીમાં રજુ કરી હતી. મામલાની ગંભીરતા દ્રષ્ટિએ જિલ્લા મેજીસ્ટ્રેટે તરત જ પાસા વોરન્ટ ઈસ્યુ કરીને આરોપીને વડોદરા જેલમાં અટકાયતમાં રાખવાનો હુકમ કર્યો.
આ વોરન્ટની બજવણી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર. કે. કાંબરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યવાહીમાં કઈઇ તથા બગવદર પોલીસ સ્ટાફમાંથી પી.એસ.આઈ આર કે કાંબરિયા, એ એસ બારા , એલસીબી સ્ટાફના એએસઆઈ બટુકભાઈ વિંઝુડા, ઉદયભાઈ વરૂ, રણજીતસિંહ દયાતર, વુમન એએસઆઈ રૂપલબેન લખધીર, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ઝાલા, વિરેન્દ્રસિંહ પરમાર, તેમજ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ જોડાયેલ હતો. જિલ્લા પોલીસની આ કાર્યવાહી વ્યાજખોરો માટે ચેતવણીરૂપ બની રહી છે કે હવે પોરબંદરમાં આવા ગેરકાયદેસર કાર્યો માટે કોઈ છૂટછાટ નહીં રહે.



