– ભવ્ય રાવલ
મીડિયાનો સૌથી મોટો પડકાર પરિવર્તન છે.
જો પત્રકારો લોકલાગણીને ઓળખવા – સમજવામાં નિષ્ફળ જાય અને પોતાના અંગત અભિપ્રાયોને સમાચાર તરીકે ખપાવવા પ્રયાસ કરે તો પોતાની વિશ્વસનીયતા ગુમાવી દેશે. પત્રકારે ના પાડતા, સ્પષ્ટ ના પાડતા શીખવું જોઈએ. ’બસ આટલું, અહીંથી આગળ નહીં,’ એ તેમની કામગીરીનો સિદ્ધાંત હોવો જોઈએ. આવો સિદ્ધાંત રાખવાથી ટૂંકાગાળામાં તેમને કદાચ મુશ્કેલી પડી શકે, પરંતુ લાંબાગાળે તેમની વિશ્વસનીયતા વધશે. દુશ્મનોના હાથે વીરગતિ પામતા સૈનિકોને બહુ ઓછા લોકો ઓળખતા હોય છે, પરંતુ દરેકને તેના માટે માન હોય છે, તેને યાદ રાખતા હોય છે.
-વિરેન્દ્ર પંડિત
ઝૂલતા પુલ જેવી છે પત્રકારત્વની વિશ્વસનીયતા
પત્રકારત્વ હજી પણ લોકો અને તથ્યો વચ્ચેના પુલ તરીકે અડીખમ છે એમાં કોઈ સંદેહ નથી. આમ છતાં આજે એ પુલ ઝૂલતો પુલ જેવો થઈ ગયો છે, જેના પર સંતુલન જાળવવું જરૂરી છે. કારણ, પત્રકારત્વની વિશ્વસનીયતા પર ઊંડા ગોબા તો પડ્યા જ છે. એટલે જ આજે પત્રકારો માટે ‘પત્તરકાર’ અને ‘પ્રેસ્ટિટયુટ’ જેવા સસ્તા પોર્ટમેન્ટો (બે નોખા શબ્દોના અર્થ અને ઉચ્ચારનું સંયોજન કરીને રચાયેલો નવો શબ્દ) તથા ચાટુકારો ને ગોદીમીડિયા જેવાં વિશેષણો લોકમુખે ચડી ગયા છે. આ વાત જ સૂચવે છે કે આજે લોકોમાં પત્રકારત્વની છાપ કેવીક છે.
– નીલેશ રૂપાપરા
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં પત્રકારત્વ પર કેટલાંક જૂજ પુસ્તકો લખાયા છે. જે પુસ્તકો લખાયા છે તે અભ્યાસ અને સંશોધન આધારિત છે. તેમાં મહત્તમ ઈતિહાસ અને તવારીખ જ રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ક્યારેક જ કોઈક જ ભાગ્યે જ લખતું હોય છે. પત્રકારત્વના વર્તમાન પડકારો પર એક આખું પુસ્તક તૈયાર કરવાનો વિચાર તો આજ સુધી કોઈને પણ આવ્યો નહતો.
છેલ્લા કેટલાંક દસકોમાં પત્રકારત્વની દશા અને દિશા બદલાઈ છે ત્યારે એકવીસમી સદીમાં ગુજરાતી ભાષામાં પત્રકારત્વની વિશ્વસનીયતા પર ચર્ચા વિષયક પુસ્તક પ્રથમવાર બહાર પડ્યું છે. નામ છે – પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર. આ પુસ્તકનો હિન્દી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. પત્રકારત્વના વિવિધ પાસાંઓને ઉજાગર કરતું આ પુસ્તક પત્રકારત્વ સાથે સંકળાયેલા સૌ કોઈએ વાંચવા-વસાવવા જેવું છે ઉપરાંત આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતો વિશે ચિંતન-મનન કરવા જેવું છે એટલું જ નહીં આ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સમાવવાલાયક છે.
પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકનું સંપાદન અને પ્રકાશન અલકેશ પટેલે કરેલું છે. ખ્યાતનામ પત્રકારોના ક્વોટ્સ-થોટ્સ સાથે 272 પૃષ્ઠ અને 225 રૂ.નું મૂલ્ય ધરાવતું આ પુસ્તક પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓને – જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક મીડિયા સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પાસાંઓને ઉજાગર કરનાર છે, લેટેસ્ટ છે – બેસ્ટ છે. પત્રકારત્વની ખાલીખોટી વાતો જ નહીં, નક્કર ઉદાહરણો સાથે વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ’વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ’આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’
- Advertisement -
પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખકો-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ પ્રથમ ભાગમાં પ્રસ્તુત છે, બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આવતા ભાગમાં.
પત્રકારત્વ વિશ્ર્વસનીયતાનો પડકાર પુસ્તકના સંપાદક અને પ્રકાશક છે અલકેશ પટેલ : પત્રકારત્વના અભ્યાસક્રમમાં સમાવવાલાયક પુસ્તક

વધારો : પત્રકારના આદર્શનો હું જ્યારે વિચાર કરું છું અને મારા અંત:કરણને પૂછું છું કે પત્રકારનો આરાધ્યદેવ કોણ – વર્તમાનપત્ર? જવાબ ‘ના’માં મળે છે. ‘લોકકલ્યાણ’ ઉપર પણ મન ઠરતું નથી. પત્રકારનો આરાધ્યદેવ તો સત્ય સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં – થઈ શકે નહીં. સમાચારમાં અને વિચારમાં એણે નિરંતર એ જ દેવની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના નિર્ભયતા વિના, લોકકલ્યાણની ઉચ્ચ ભાવના વિના, રાગદ્વેષરહિત તટસ્થ દૃષ્ટિ વિના, વ્યવસાયની પ્રામાણિકતા વિના, સતત અભ્યાસ, અવલોકન, ચિંતન વિના શક્ય નથી, એટલે આરાધ્યદેવ તરીકે સત્યનું પ્રતિષ્ઠાપન અને પૂજા-ભક્તિ થતાં આપોઆપ અન્ય દેવોની આરાધના થઈ જાય છે.
– મોહનલાલ મહેતા ‘સોપાન’ 1980માં પ્રકાશિત પુસ્તક ‘સાહિત્ય અને પત્રકારત્વ’
સંપાદક: ડો. કુમારપાળ દેસાઈ, પાના નં. 89
એક તરફી સેક્યુલારિઝમની ઈકોસિસ્ટમનો છેડો મીડિયા સુધી પહોંચે છે
હવે સમય બદલાઈ રહ્યો છે. આજથી દસ વર્ષ પહેલાં અને એ અગાઉ પણ બાયર્ડ મીડિયા, કરપ્ટ મીડિયા, ગટરક્લાસ મીડિયા..નાં જુઠાણાને એક્સપોઝડ કરવા માટે આંગળીને વેઢે ગણાય એટલાં માધ્યમો જ હતાં. એમની તમામ ચાલબાજી, બદમાશી અને વિકૃતિ અનચેલેન્જડ રીતે તરત જ વાઇરલ થઈ જતી. હવે સમય બદલાયો છે. અખબારોના જુઠાણાનો સામનો કરવા માટે વાચકોના પત્રો કે ટી.વી. ચેનલોનાં સ્ટુડિયો પર ફોન કરીને નપુંસક વિરોધ નોંધાવવાને બદલે જાગૃત અને ચતુર વાચકો – દર્શકો સોશ્યલ મીડિયામાં તરત જ બીજો પક્ષ રજૂ કરે છે.
– વિક્રમ વકીલ
મીડિયાની ભૂમિકા : નરેન્દ્રથી નરેન્દ્ર – કંઈ જ બદલાયું નથી
આજની જનરેશનના લબરમૂછિયા યુવાનો કે બેબલીઓ મીડિયાજગતમાં આવી છે એને પણ ધરાર આ ડાબેરી ગીરોહમાં ભરતી કરાય અને એ પછી એમની પાસે નરેન્દ્ર મોદી હોય કે રામ મંદિર હોય, આ દેશની પરંપરા છે કે સાંસ્કૃતિક ઉત્સવો હોય, આ દેશનો ઇતિહાસ હોય કે મહાપુરુષો હોય એની વિરુદ્ધ લખવાની કે બોલવાની ફરજ પાડવામાં આવે એને લોકશાહીની પરંપરા કેવી રીતે કહેવાશે? અથવા જર્નાલિઝમ યુનિ.માં ઘૂસેલા ટુકડે ગેંગના માસ્ટરમાઈન્ડના હાથ નીચેથી નીકળેલા આ બાબલા-બેબલીઓ કઈ રીતે બંધારણ કે લોકશાહીની રક્ષા કરશે જેમને ગળથૂથીમાં જ ટુકડે ગેંગની ઘૂંટી પીવરાવી છે? આવા પ્રશ્ર્નોની ચર્ચા થવી જોઈએ, તો જ મીડિયાની સચ્ચાઈ લોકોની સામે આવી શકે અને એ લોકતંત્રના હિતમાં પણ છે.
– કિશોર મકવાણા
પત્રકારત્વ : અત્ર, તત્ર, સર્વત્ર
ગુજરાતી પત્રકારત્વની પાયાની નબળાઈ તેની ટોચથી શરૂ થાય છે એટલે પત્રકારત્વની શાન – ભાન વિનાનાં તત્ત્વોનો અખબારો પર અંકુશ બીજાં ઘણાં દૂષણો તરફ ધકેલે છે. તેની અસર મુખ્યત્વે સામગ્રી પર થતી રહે છે. ઊંડાણથી માહિતી મેળવીને તેના આંતરપ્રવાહોને બરાબર ચકાસ્યા સિવાય કંઈક વિસ્ફોટક અને સંશોધનાત્મક લખી મારવું એ ઉદિત પત્રકારોની પણ ફેશન થઈ પડી છે. ગુજરાતી પત્રકારત્વના શિક્ષણ અને સીધા પત્રકારત્વ સાથે જોડાયેલા રહેવાથી મને દુ:ખપૂર્વકનો અંદાજ છે કે બે સાચાં વાક્ય પણ ન લખનારા સંવાદદાતાઓ કોઈક મહત્ત્વની ઘટના વિશે તો તથ્યાત્મક રિપોર્ટ કઈ રીતે આપી શકે? તેઓ પત્રકાર પરિષદોમાં જાય છે ને નેતાઓના મોંએથી નીકળતા શબ્દ કાગળ પર ઉતારવાનો પુરુષાર્થ કરી આવે છે. થોડાક સવાલો પૂછવામાં આવે તો તે પણ એટલા છીછરા હોય છે કે નેતાને કાં તો હસવું આવે યા રડવું. – ડો. વિષ્ણુ પંડ્યા
વિશ્ર્વસનીયતાની બજારમાં કોણ જેન્યુઈન માલ રાખે છે અને કઈ દુકાનોમાં ચાઈનીઝ આઈટમો મળે છે
તટસ્થતા ન્યૂઝમાં હોય, વ્યૂઝમાં નહીં.
પત્રકારત્વમાં બે જડબેસલાક કમ્પાર્ટમેન્સ છે: ન્યૂઝ અને વ્યૂઝ.
પક્ષકારત્વનું એક સુવર્ણસૂત્ર છે: ફેટ્સ આર સેક્રેડ ઍન્ડ કમેન્ટ ઈઝ ફ્રી. બ્રિટનના ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ના તંત્રી (અને પછીથી માલિક બનેલા) ચાલર્સ પ્રેસ્ટવિચ સ્કોટના ગઈ સદીથી જગમશહૂર થયેલા આ વાક્યમાં ફ્રીનો મતલબ મફત નહી પણ મુક્ત.
નિષ્પક્ષતા, તટસ્થતા, નિરપેક્ષતા આ બધું ન્યૂઝ આપતી વખતે અનિવાર્ય છે. એમાં એક-અડધા ટકા જેટલી પણ ગોબાચારી ન ચાલે. – સૌરભ શાહ
દર્પણ એડિટીંગ નથી કરતું, તેમાં લેન્સ અને ફિલ્ટર્સ પણ નથી હોતાં
જર્નાલિસ્ટ એક્ટિવિસ્ટ થઈ જાય ત્યારે જર્નાલિઝમ રહેતું નથી કારણ કે તેનું સ્થાન એક્ટિવિઝમ લઈ લે છે. જર્નાલિસ્ટ ઘણી વખત પોલીસ કે જજ પણ બની જાય છે. વિશેષ કરીને ટીવી પર્દાના પત્રકારો વડીલ પત્રકાર, આમ તો કોઈએ નામ પણ નહી સાંભળ્યું હોય તેવું સાવ નાનકડું છાપું ચલાવતા પણ તેમના સત્સંગે મને યુવાન વયે પત્રકારત્વને લગતી કેટલીક ઊંડી સ્પષ્ટતાઓ મળતી. એક વખત તેમણે મને ઉપયોગી સ્પષ્ટતા કરી આપી હતી કે પત્રકાર એ જજ નથી, પત્રકાર એ પોલીસ નથી, પત્રકાર એ માત્ર પત્રકાર છે.
– જપન પાઠક