‘એક માસમાં ભરતી કરીશું’ તેવી મેયરે ખાતરી આપી હતી પરંતુ હજુ કોઈ ભરતી ન થતાં આંદોલનના માર્ગે
સફાઇ કામદારોની ભરતી મામલે રાજકોટ કામદાર યુનિયનના હોદ્દેદારોના બાળકોએ પીઠના ભાગે સાવરણા બાંધી રસ્તા પર અનોખો વિરોધ કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કામદાર યુનિયન દ્વારા છેલ્લાં 5 મહિનાથી સફાઈ કામદારોની ભરતીના અંતર્ગત તનતોડ મહેનત કરી રહી છે અને તા. 5-6-2023થી તા. 10-6-2023 સુધી યુનિયનના આગેવાનો દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે ધરણાં કરવામાં આવ્યા હતાં. જેમાં ધરણાંના ત્રીજા દિવસે રાજકોટના મેયરએ મધ્યસ્થ બની સફાઈ કામદારોની ભરતીને લઈને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો હતો અને સફાઈ કામદારોની ભરતી કરવાની ખાત્રી આપી હતી અને ધરણાં પૂરા કરવા માટે કહેલ હતું.
ત્યારબાદ એક મહિનાની અંદર જ ભરતી પ્રક્રિયાને યોગ્ય કરવા બાંહેધરી આપી હતી પરંતુ આ જવાબને એક માસથી વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં કોઈ પણ સકારાત્મક જવાબ તંત્ર અને શાસક પક્ષ તરફથી અમોને મળેલ નથી અને આ બાબતે હજી સમગ્ર રાજકોટ વાલ્મીકિ સમાજ સાથે રાજકીય રમત રમી રહ્યા હોય તેવું લાગે છે અને સંપૂર્ણ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ધોરણે વાલ્મીકિ સમાજની ભરતી કરવા માટેના પ્રશ્ર્નોમાં ક્યાંક ને ક્યાંક લોલીપોપ આપી રહ્યું છે.
- Advertisement -
સફાઇ કામદારોની ભરતી બાબતે રાજકોટ કામદાર યુનિયનના હોદ્દેદારોના બાળકોએ પીઠના ભાગે સાવરણા બાંધી રસ્તા પર અનોખો વિરોધ નોંધાયો હતો.
હવે રાજકોટની વાલ્મીકિ સમાજ આ બાબતે જરા પણ નમતું જોખવા તૈયાર નથી માટે આવનારા 5 દિવસની અંદર સંપૂર્ણ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી, કાયમી ધોરણે વાલ્મીકિ સમાજની ભરતી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને જરૂર પડશે તો આંદોલન સાથે જોડાયેલા તમામ લોકો આત્મવિલોપન કરતાં પણ ખચકાશે નહીં.