ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં આઝાદચોક સ્થિત રેડક્રોસ હોલમાં અનેક મહિલા મંડળ દ્વારા બહેનોમાં રહેલી શ્રુશુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનામાં રહેલી આવડત બતાવવા એક નવું પ્લેટફોર્મ મળે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. અને બહેનો પણ વિવિઘ પોષ્ટિક વાનગીઓ તૈયાર કરી પોતાનાં રસોડામાં આ વાનગીઓને સ્થાન આપી શકે તેવા પ્રયત્ન સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ.
આ સ્પર્ધામાં 20 બહેનોએ ભાગ લીધો હતો અને જેમાંથી લીલી મેથીનો ઉપયોગ કરીને ચકરી, સ્ક્કરપરા, ગાઠીયા, કટલેસ જેવી વિવિઘ પોષ્ટિક વાનગીઓ તૈયાર કરી મુકવામાં આવી હતી આ સ્પર્ધામાં નિર્ણાયક સાધનાબહેન નિર્મળ તેમજ જયશ્રીબહેન ગોરીયા દ્વારા 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમાંકે આવેલ પૂનમબહેન ઢાલાની દ્વારા મેથીની ભાજી માંથી બિસ્કીટ બનાવી લાવ્યા હતા જ્યારે બીજા ક્રમાંકે સુધાબહેન ગઢિયા દ્વારા મેથીના વડા બનાવી લાવ્યા હતા તેમજ ત્રીજા ક્રમે આવેલ દીપાબહેન રાજાએ લીલી મેથીમાંથી સ્વાદિષ્ટ અને પોષ્ટિક મઠડી બનાવી લાવ્યા હતા.સમગ્ર સ્પર્ધાને નિહાળવા 70 કરતા પણ વધુ બહેનો ઉપસ્થીત રહ્યા હતાં અને સ્પર્ધાને સફળ બનાવવા પ્રમુખ પ્રવિણાબેન વાધેલા, મંત્રી રશ્મીબેન વિઠલાણી, ભાવનાબેન વૈષ્ણવ, ધર્મિષાબેન છાયા તેમજ ક્રિષ્નાબેન અઢિયા દ્વારા જહેમત ઉઠાવવી હતી.