જામનગર રોડ પર શ્વાન આશ્રમ શરૂ કરાયો છે જયાં ભટકતા અને બીમાર 135 જેટલા શ્વાનો આશરે લઈ રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે આપણે અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ જોયા, બાલાશ્રમ જોયા, તેમજ નિરાધાર લોકો માટે પણ આશ્રમો જોયા છે પરંતુ રાજકોટમાં હવે રખડતા ભટકતા બીમાર શ્વાનો માટે એક શ્વાન આશ્રમ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જામનગર રોડ પર ખંઢેરી ગામ નજીક આ શ્વાન આશ્રમ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ રખડતા ભટકતા અને બીમાર 135 જેટલા શ્વાનો આશરે લઈ રહ્યા છે. આ અંગે સદભાવના શ્વાન આશ્રમનું સંચાલન કરતા ખુશી પટેલે જણાવ્યું હતું કે, હું અહીં શ્વાન અને વૃદ્ધાશ્રમ બન્નેનું સંચાલન કરું છું. જ્યારે બે મહિના પહેલા 50 જેટલા શ્વનોની સાથે આ આશ્રમની શરૂઆત અમે કરી હતી. અત્યારે અમારી પાસે 135 શ્વાનો છે. જેમાં કેટલાક શ્વાનો બીમાર છે કે પછી અંધ છે અથવાતો પેરાલીસીસ થઈ ગયું છે કે સ્કીન ડીસીઝ છે અને માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગયેલા શ્વાનો છે. તે તમામ સારવાર આપવામાં આવે છે. આ સાથે જ સોશિયલ મીડિયા મારફતે પણ અમે લોકોને અપીલ કરતા હોઈએ છીએ કે તમારી આસપાસના વિસ્તારમાં બીમાર, ઇજાગ્રસ્ત અથવાતો મોટી ઉમરના શ્વાન હોય તો અમને માહિતી આપો, જેમાં લોકો પણ એમને માહિતી આપતા હોય છે અને આવી રીતે આ શ્વાનો સદભાવના આશ્રમ ખાતે પહોંચે છે.
- Advertisement -
બે માસ પહેલા 50 શ્ર્વાન સાથે આશ્રમની શરૂઆત કરી, અત્યારે 135: ખુશી પટેલ
આ અંગે સદભાવના શ્ર્વાનઆશ્રમનું સંચાલન કરતા ખુશી પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે હું અહી શ્ર્વાનઅને વૃદ્ધાશ્રમ બન્નેનું સંચાલન કરું છું. જ્યારે બે મહિના પહેલા 50 જેટલા શ્વનોની સાથે આ શ્ર્વાનઆશ્રમની શરૂઆત અમે કરી હતી. અત્યારે અમારી પાસે 135 શ્વાનો છે. જેમાં કેટલાક શ્વાનો બીમાર છે કે પછી અંધ છે અથવાતો પેરાલીસીસ થઈ ગયું છે કે સ્કીન ડીસીઝ છે અને માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગયેલા શ્વાનો છે. આ શ્ર્વાન આશ્રમ ખાતે આવતા શ્વાનોની સારવાર માટે અમે એક ડોક્ટર પણ રાખેલા છે. જેમાં ગમે ત્યારે ઇમરજન્સી હોય કે ડેઇલી રૂટીન ટ્રીટમેન્ટ આપવાની હોય એ બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં કોઈ શ્વાનનું ઓપરેશન કરવાનું હોય, એકસીડન્ટમાં કોઈ શ્વાનના પગનું હાડકું તૂટી હોય, અથવા તો નોર્મલી ટ્યુમર છે કે બીજી કોઈપણ સારવાર હોય અહીંયા જ તમામ સારવાર આપવામાં આવે છે.