યુવાનો શિક્ષણ અને સંશોધન થકી રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી બને: કુલપતિ ભીમાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ગીરીશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે આંકડાશાસ્ત્ર ભવન દ્વારા આયોજીત આ રાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજનથી સંશોધનને વેગ મળશે. કુલપતિ એ યુવાનોને અપીલ કરી હતી કે યુવાનો શિક્ષણ અને સંશોધન થકી રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી બને. આઈ.સી.એમ.આર., નવી દિલ્હીના પ્રોફે. પદમ સિંઘે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે સંશોધન એ રાષ્ટ્રના વિકાસનું મહત્વનું પરિબળ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણ સાથે સંશોધનનું કાર્ય કરી રહી છે એ ખુબ આનંદની વાત છે.
આઈ.એ.એસ.આર.આઈ. ના પૂર્વ પ્રોફે. એ.કે. નિગમે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. સ્ટેટીસ્ટીકસમાં કાર્ય કરતા વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રાધ્યાપકઓને આ કોન્ફરન્સના માધ્યમથી સારી માહિતી મળી રહેશે.