ઉના દેલવાડા રોડ ઉપર આવેલા શાહ એચ ડી હાઇસ્કુલ નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક ચાલક યુવાનને અજાણ્યા રિક્ષા ચાલકે ધડાકાભેર અડફેટે લેતા બાઈક ફંગોળાઈ ગયી હતી. તેમજ પાછળ આવતી કારમાં પણ નુકસાન થયું હતું. આમ, ત્રીપલ અકસ્માત સર્જાતા બાઇક ચાલકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા ઇમરજન્સી 108માં ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાથી જુનાગઢ રીફર કરાયો છે.આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ રવજી બિજલભાઈ ચુડાસમા ઉ.વ.22 આ યુવાન પોતાની બાઈક પર દેલવાડાથી ઉના તરફ આવતો હતો. ત્યારે શાહ એચડી હાઇસ્કુલ નજીક એક અજાણ્યો છકડો રિક્ષા, બાઇક તેમજ કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયેલ હતો. જેમાં અજાણ્યો રિક્ષા ચાલકે બાઇકને ધડાકાભેર અડફેટે લેતા બાઇક સવાર રવજીની બાઇક ફંગોળાઇ ગઈ હતી. જેમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળ પર લોહીલોહાણ હાલતમાં બેભાન થઇ ઢળી પડ્યો હતો.રસ્તા પરથી પસાર થતાં લોકો એકઠા થયા હતા.
દેલવાડા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો, એકને ગંભીર ઇજા

Follow US
Find US on Social Medias