LCB ટીમે ત્રણેય શખ્સોને ઝડપી 9.54 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો જેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, પાટડી સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર અજાણ્યા ઈસમો વિરુધ ગુન્હો નોંધાયો હતો. જે અંગે જિલ્લા પોલીસ મહાનિરિક્ષક ડો.ગીરીશકુમાર પંડ્યા દ્વારા એલ.સી.બી ટીમને આ ઘરફોડ ચોરીના એન્ડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવાની સૂચના આપતા જિલ્લા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, સંજયભાઈ પાઠક, દશરથભાઈ રબારી સહિતનો સ્ટાફ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્ન હાથ ધર્યા હતા.
- Advertisement -
જે દરમિયાન હ્યુમન સોર્સિસની મદદથી અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હા નોંધાયેલ ગેંગના બે ઇસમોને ઝડપી તેઓની પૂછપરછ કરતાં ભાગી પડેલા બંને ઇસમો માયાસિંગ ક્રિપાલસિંગ જૂની સરદાર, રહે: વડનગર તથા અજયસિંગ ઉર્ફે ઇલાસિંગ પંચમસિંગ અમરસિંગ ખીચી રહે: ખંભાત વાળા દ્વારા સુરેન્દ્દનગર જિલ્લામાં ઘરફોડ ચોરી કરી હોવાનો ગુન્હો કબૂલી તેઓની સાથે અન્ય એક ઇશમ જીતસિંગ મનીન્દરસિંગ કરતરસિંગ સિક્લીગર રહે: સાવલી વાળો પણ હોવાનું જણાવતા ત્રણેય ઇસમોને હસ્તગત કરી તેઓની પાસેથી રોકડ 78,500 રૂપિયા, જીજે 38 બી એફ 8003 નંબરની કાર કિંમત સાત લાખ રૂપિયા, એક મોબાઇલ કિંમત 500 રૂપિયા, જીજે 13 એ એફ 7470 નંબરનું બાઈક કિંમત 40 હજાર, એક ચાંદીની લક્કી કિંમત 4520 રૂપિયા, ચાંદીનો ચેન કિંમત 2490 રૂપિયા, ચાંદીની વીટી કિંમત 210 રૂપિયા, જીજે 23 ઈ એ 7692 નંબરનું બાઈક કિંમત એક લાખ રૂપિયા એમ કુલ મળી 9,54,100 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



