216 વાહન ચાલકોને રૂ. 2,47,000 નો દંડ ફટકારાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યા ખૂબ ઊંચી છે. તેને કાબુમાં લેવા માટે રાજકોટ પોલીસ તથા છઝઘ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર આ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવું હતું. જેમાં કઊઉ લાઈટ માટેની ડ્રાઈવ છેલ્લા બે અઠવાડિયાથી કરવામાં આવી રહેલ છે. જેમાં કુલ 216 વાહનો સામે દંડની કાર્યવાહી કરવાંમા આવેલ હતી. જેમાં લાઈટ મોટર વેહિકલ પ્રકારના 82 વાહનો, મોટા માલ વાહક અને બસ પ્રકારના 116 વાહનો તેમજ અન્ય પ્રકારના 17 વાહનોનો સમાવેશ થાય છે. દંડાત્મક કાર્યવાહીના ભાગરૂપે 216 વાહનો પાસેથી કુલ રૂ. 2,47,000 વસુલ કરવામાં આવ્યા છે. ગુજરાત ઉૠઙના આદેશ બાદ થોડા દિવસો પહેલા પણ ગુજરાતના મહાનગરોમાં સરકારી કચેરીએ હેલ્મેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારી કર્મચારીઓ પણ દંડાયા હતા. ગુજરાત સરકારના માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ આદેશોનું હાલ સમગ્ર ગુજરાતમાં કડક પાલન જોવા મળી રહ્યું છે. ટ્રાફિક પોલીસ અને છઝઘ સંયુક્ત રીતે વિવિધ પ્રકારે સતત ચેકીંગ કરતા જોવા મળી રહ્યા છે. જો કે રાજકોટ જેવા મહાનગરોમાં ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો, વાહનોમાં ગેરકાયદે લાઈટો, વીમા વગરના વાહનો વગેરે જેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આ પ્રકારનું ચેકીંગ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે.