ગંદકી કરતા આસામી પાસેથી રૂ.40050નો વહીવટી ચાર્જ વસુલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.05/06/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારના અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
સેન્ટ્રલ ઝોનના ગીતા મંદિર રોડ, આનંદ બંગલા ચોક પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 45 આસામીઓ પાસેથી 18.2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 13200/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના પુનીતનગર રોડ, લક્ષ્મીનગર મેઈન રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 35 આસામીઓ પાસેથી 5.93 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 14550/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના કુવાડવા રોડ, પેડક રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 41 આસામીઓ પાસેથી 6.855 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.12300/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.