દસાડા ખાતે બે અને સાયલા ખાતે એક શખ્સ પાસેથી હથિયાર જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખી કાયદાનું ઉલંઘન કરનારાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે જે અંતર્ગત જિલ્લાભરમાંથી અનેક ગેરકાયદેસર હથિયારોને શોધી કાઢી આ હથિયાર રાખનારા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી તેવામાં દસાડા અને સાયલા ખાતે વધુ ત્રણ ગુન્હા નોંધાયા હતા જેમાં દસાડા તાલુકાના જૈનાબાદ ગામથી સાવડગામ તરફ જવાના રસ્તે કચામાર્ગ પરથી સ્થાનિક પોલીસ દ્વારા યુસુફસા ઉર્ફે શાહરૂખ ઉર્ફે ગાંગુલી ઇમામશા દીવાનને દેશી હાથ બનાવતી માજરલોડ બંધુક કિંમત 5000/- રૂપિયા હથિયાર સાથે ઝડપી લીધો હતો. જ્યારે વધુ એક શખ્સ ખારાઘોડાથી ઓડૂ ગામના રસ્તે આવેલ પુલિયા પરથી કિશન ઉર્ફે કિરો કાળુભાઇ ભૂરણી ને દેશી હાથ બનાવતી બંદુક કિંમત 2500/- રૂપિયાના હથિયાર સાથે ઝડપી પાડયો હતો. જ્યારે વધુ એક બનાવમાં સાયલા તાલુકાનાં કરાળી ગામ તરફથી રત્નાભાઈ તળશીભાઈ બારૈયાને સિંગલ બેરલ મજર લોડ બંધુક કિંમત 2500/- રૂપિયાના હથિયાર સાથે ઝડપી પાડી તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.