હરિકૃષ્ણ ફાર્મસી, ટી હાઉસ, રજની પાઉંભાજી સહિતના ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન જીવરાજ પાર્ક તથા ચુનારાવાડ સર્કલથી અમૂલ સર્કલ સુધીના વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 24 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ ફાર્મસી, ટી હાઉસ, રજના પાઉંભાજી, અતુલ આઈસ્ક્રીમ, શ્રીહરિ નેચરલ કોઠી આઈસ્ક્રીમ, પટેલ ગોગળી, પટેલ સુરતી પાઉંભાજી, જે. કે. એન્ટરપ્રાઈઝ, રાજ શીંગ તથા મહાકાળી પાણીપુરી સહિતનાને લાઈસન્સ મેળવવા માટે બાબતે સૂચના આપવામાં આવી હતી અને ઘનશ્યામ ડેરી ફાર્મ, સ્નો બોલ આઈસ્ક્રીમ, પટેલ વિલેજ આઈસ્ક્રીમ, પટેલ સોડા આઈસ્ક્રીમ, મયુર ભજીયા, સોમનાથ પાઉંભાજી, પટેલ ફરસાણ, શ્રીનાથજી ટ્રેડીંગ, મારુતિ આઈસ્ક્રીમ, તુલસી લાઈવ બેકરી, જય યોગેશ્ર્વર ડેરી ફાર્મ, પટેલ પાન, ગમારા પાન, શ્રી શક્તિ ટી સ્ટોલની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 3ના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં આસોપાલવ પ્રિમિયમ ક્વોલિટી રિફાઈન્ડ કોટન સીડ ઓઈલ (પેક્ડ બોટલ) ધરતી ટ્રેડર્સ શોપ નં. એચ-32, જૂનું માર્કેટિંગ યાર્ડ, આરટીઓ પાસે, હેઝલ ડ્રાય ફ્રૂટસ- જ્વાર ચેવડા (200 ગ્રામ પેક) હેઝલ એન્ટરપ્રાઈઝ સિલ્વર ક્લાસિક, ગંગા હોલની સામે, અમીન માર્ગ અને હેઝલ ડ્રાયફ્રૂટસ પીસ્તા સોલ્ટેડ (250 ગ્રામ પેક્) હેઝળ એન્ટરપ્રાઈઝ, સિલ્વર ક્લાસિક, ગંગા હોલની સામે, અમીન માર્ગ ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતા.