રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકનાં કામના કારણે ટ્રેન વ્યવહારને અસર થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ, પીપળી, કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામના કારણે તા.5થી 23 ઓગસ્ટ સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. જેમાં રેલવે દ્વારા 4 ટ્રેનો રદ કરવામાં આવી છે તો 2 આંશિક રીતે રદ કરાઈ છે. તેવી રીતે 2 ટ્રેનના સ્ટોપેજ રદ કરાતા કુલ 16 જેટલી ટ્રેનોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-રાજકોટ લોકલ અને રાજકોટ-ઓખા લોકલ તા. 6થી 22 અને ઓખા-વેરાવળ એક્સપ્રેસ તા.20,21 અને 22 સુધી રદ રહેશે. તેમજ પોરબંદર-કાનાલુસ લોકલ અને કાનાલુસ-પોરબંદર લોકલ તા.6થી 22 સુધી કાનાલુસ-લાલપુર જામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ભાવનગર-ઓખા એક્સપ્રેસ અને ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા.6થી 23 સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે. તો ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા.8થી 19 સુધી સમયમાં વહેલા-મોડી થશે. જ્યારે ઓખા-બનારસ એક્સપ્રેસ તા.14ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયની જગ્યાએ 2.50 કલાક મોડી એટલે કે 17:15 વાગ્યે ઉપડશે. તેવી રીતે ઘણી ટ્રેનો માર્ગમાં પણ મોડી પડશે જેની યાદીમાં અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત 30 મિનિટ સુધી મોડી થઈ શકે છે. તો ઓખા-ભાવનગર એક્સપ્રેસ, ઓખા-બનારસ એક્સપ્રેસ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ, બિલાસપુર-ઓખા એક્સપ્રેસ અને ઉમદનગર-પોરબંદર એક્સપ્રેસ પણ 30 મિનીટ સુધી મોડી રહેશે. તેમજ વધુ જાણકારી માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઈ શકે છે.
- Advertisement -
રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નં. 59552 ઓખા-રાજકોટ લોકલ 6 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રદ રહેશે.
ટ્રેન નં. 59551 રાજકોટ-ઓખા લોકલ 6 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રદ રહેશે.
ટ્રેન નં. 19251 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રદ રહેશે.
ટ્રેન નં. 19252 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 20 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
- Advertisement -
ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ 6 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી લાલપુર જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 59205 કાનાલુસ-પોરબંદર લોકલ 6 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી કાનાલુસ-લાલપુર જામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
સ્ટોપેજ રદ
ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 6 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.
ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 5 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.