ઊના સિવિલ હૉસ્પિટલ બની આશીર્વાદરૂપ
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.28
ઉનાની સિવિલ હોસ્પિટલના સ્ટાફે જાણે હોસ્પિટલમાં સારવારની વ્યાખ્યા જ બદલી નાખી હોય તેવી કામગીરી કરી છે. આ હોસ્પિટલે 24 કલાકમાં 10 નોર્મલ અને 5 સિઝેરિયન મળી કુલ 15 મહિલાઓની ડિલિવરી કરતા ગરીબ પરિવારો માટે ઉનાની સિવિલ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. ઉના તાલુકામાં ખાનગી અને મોંઘી હોસ્પિટલોમાં જ ઉચ્ચ સારવાર થાય છે એ માન્યતા અહી ખોટી પડતી દેખાઈ રહી છે
ડો. એન. એમ. મિશ્રા, ડો. ઉલ્લાસ ચૌહાણ, ડો. યોગેશ ગુર્જર, ડો. રજનીકાંત જાલોંધરા, ડો. રાજેશ ગુર્જર, ડો. મિથિલ રામ, ડો. કિન્નરી પોરિયા, હેડ નર્સ તરીકે જે. ડી. ભેટારીયા, સગુણા ગોસ્વામી, રીટા ચુડાસમા, કૈલાશબેન બાંભણીયા, રવી મોરી, જય ગરાછ,ધવલ મોરી, સિદ્ધાર્થ મોરી,જાગૃતિ ખસિયા, યશવંતી વેશ્ર્ય, કાજલ મોરી, ગોમતી ગોહિલ, વનિતા સિંગડ, શ્રદ્ધા સોંદાગર, જીગ્નેશ ગોહિલ, કનકબેન, ઉષાબેન, મંજુલાબેન, ગૌરી બેન, આરતીબેન, દિલીપ મોરી, જયેશ સોલંકી, મહેશ ગોહિલ સહિતના ડોકટરો અને સ્ટાફની દેખરેખ હેઠળ 10 નોર્મલ અને 5 સિઝેરિયન મળી કુલ 15 જેટલી મહિલાઓને ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં 5 મેલ અને 10 ફિમેલ મળી કુલ 15 બાળકોનો જન્મ થયો છે.