પેપસી વેચાણ કરનારાઓને ત્યાં મનપા ત્રાટકી
જીવરાજ પાર્કમાં 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 6ને લાયસન્સ બાબતે સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન રામનગરમાં આવેલ અરમાન પેપસી પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ કૂટ પેપસી (પેક્ડ) પર લેબલીંગ વગરનો જથ્થો, તેમજ સ્થળ પર અનહાઈજેનિક કંડીશનમાં ઉત્પાદન થતું જોવા મળેલ, જે અન્વયે અંદાજિત 9500 નંગ (650 લીટર) જથ્થાનો એસ.ડબલ્યુ.એમ.ના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કંડીશન જાળવવા, એફ.એસ.એસ.એ.આઈ-2006 અન્વયે ખાદ્યચીજો પર લેબલીંગ કરવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકીંગ દરમિયાન જૂના માર્કેટીંગ યાર્ડ, આર.ટી.ઓ.ની બાજુમાં આવેલ જતીપુરા ટ્રેડીંગ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ કૂટ પેપસી (પેકડ) પર એફ.એસ.એસ.એ.આઈ.-2006 અન્વયે લેબલીંગ વગરનો જથ્થો માલુમ પડેલ, જે અન્વયે અંદાજિત 5400 નંગ (400 લીટર) જથ્થાનો એસ.ડબલ્યુ.એમ.ના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કંડીશન જાળવવા,
એફ.એસ.એસ.એ.આઈ.-2006 અન્વયે લેબલીંગ કરેલ ખાદ્યચીજોનું વેચાણ કરવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાંઆવેલ. ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.ડબલ્યુ. વાન સાથે શહેરના જીવરાજ પાર્ક મોદી સ્કૂલવાળો રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ, જેમાં 6 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાદ્યચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ જેમાં ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, પ્રમુખ હેવમોર આઈસ્ક્રીમ, પ્રમુખ માહી દૂધ, ભોલે ખમણ એન્ડ ખીરુ, ખોડીયાર ડેરી ફાર્મ, પટેલ આઈસ્ક્રીમ. જ્યારે અન્નપૂર્ણા, બેકરી, નીલકંઠ પ્રોવિઝન સ્ટોર, ગાયત્રી સ્ટોર, શ્રીજી સુપર સ્ટોર, મંજુરી ફરસાણ, ગિરિરાજ ગૃહ ઉદ્યોગ, ઉમિયાજી ફરસાણ, રીતેશ એન્ટરપ્રાઈઝ, પટેલ ફરસાણ, ગણેશ પ્રોવિઝન સ્ટોર, પટેલ ચીલ પોઈન્ટ, ભારત ટી સપ્લાયર્સ, માધવ ડેરી, ફાર્મ, પટેલ પ્રોવિઝન સ્ટોર, વૈભવ કોલ્ડ્રિંક્સની ચકાસણી કરવામાં આવેલ. ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ 5 નમૂના લેવામાં આવેલ, જેમાં એસ.ડી.એન. ગ્લોબલ ટ્રેડીંગ પ્રા. લિ. કિશાનપરા ચોકને ત્યાંથી નેચરુફીના પેક્ડ ડ્રિકીંગ વોટર (1 લીટર પેક્ડ), મહાવીર એજન્સી 2 શક્તિ કોલોની લંડન આઈવાળી શેરી, કિશાનપરાને ત્યાંથી બિસલેરી વેદીકા હિમાલયન સ્પ્રીંગ વોટર ન્યુટ્રલ મિનરલ વોટર (1 લીટર પેક્ડ) તથા બિસલેરી પેક્ડ ડ્રિકીંગ વોટર (1 લીટર પેક્ડ), ભગવતી કેન્ટીન માધાપર એસ.ટી. કંટ્રોલ પોઈન્ટ, માધાપર ચોકડી પાસેથી જય બાલાજી મેજિક મજા- રેડી ટુ સર્વ બેવરેજિસ (250 એમ.એલ. પેક્ડ બોટલ તથા જય બાલાજી ઓરેન્જ ફ્લેવર કાર્બોનેટેડ વોટર (200 એમ.એલ. પેક્ડ બોટલ)નો નમૂના લેવામાં આવેલ.
- Advertisement -



