ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતાં અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે જે અંતર્ગત શહેરના વિસ્તારો ઉદ્યોગનગર કોલોની, લોહાનગર તથા આજુબાજુમાંથી 13 પશુઓ, દ્વારકેશ પાર્ક, મીરાનગર રોડ, કૈલાસ પાર્ક વિગેરે વિસ્તારોમાંથી 6 પશુઓ, માંડા ડુંગર, અનમોલ પાર્ક, પ્રદ્યુમન પાર્ક, માનસરોવર, ગોકુલપાર્ક, શ્યામપાર્ક, કૃષ્ણ સોસાયટી, કોઠારીયા ગામ તથા આજુબાજુમાંથી 25 પશુઓ, ગ્રીનલેન્ડ ચોકડી, તીરૂપતી સોસાયટી, સદ્ગુરુનગર, મોરબી રોડ તથા આુજબાજુમાંથી 5 પશુઓ, રૈયાધાર, ઘનશ્યામનગર, ભીમરાવ ચોક, સિલ્વર રેસીડેન્સી તથા આજુબાજુમાંથી 6 પશુઓ, સીતારામ સોસાયટી, જિલ્લા ગાર્ડન, બાબરીયા કોલોની, નંદા હોલ, સહકાર રોડ તથા આજુબાજુમાંથી 20 પશુઓ, નરસિંહનગર, છપ્પનીયા કવાર્ટર, શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી 10 પશુઓ, સેટેલાઈટ ચોક તથા આજુબાજુમાંથી 8 પશુઓ, ગોવિંદનગર, અક્ષરનગર, ગાંધીગ્રામ તથા આજુબાજુમાંથી 9 પશુઓ, ખોડીયારપરા, કૃષ્ણનગર સોસાયટી તથા આજુબાજુમાંથી 6 પશુઓ, રેસકોર્સ ગ્રાઉન્ડ તથા આજુબાજુમાંથી 7 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 139 પશુઓ પકડવામાં આવ્યા છે.
શહેરમાં અડચણરૂપ કુલ 139 પશુઓ પાંજરે પુરાયા
