– પોલીસ દ્વારા દેશભક્તિ જગાડવા અનોખો પ્રયાસ
15 ઓગસ્ટની સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિના રંગે રંગાયો એ મેરી મિટ્ટી મેરા દેશની ઉજવણી થઇ રહી છે, ત્યારે રવિવારે રાત્રે આઠથી સાડા નવ વાગ્યા દરમિયાન પોલીસ હેડ કવાર્ટરથી બાલ ભવન સુધી મશાલ રેલીનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મશાલ રેલીમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તેમના પત્ની, પુત્ર અને પુત્રી જોડાયા હતા. 15 ઓગસ્ટની પોલીસ પરેડ દરમિયાન પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટાફ દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવનાર હોવાનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે.
- Advertisement -
દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં પણ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકુમાર કોલેજ અને ક્રાઈસ્ટ સ્કૂલ બેન્ડ દ્વારા સુરવાલી રેલાવવામાં આવી હતી. આ રેલીમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડનાં જવાનોએ પણ ભાગ લઇ દેશભક્તિ જગાડવા અનોખો પ્રયાસ કર્યો હતો.રેલીમાં હોમગાર્ડ અને પોલીસના જવાનો જોડાયા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ તકે જણાવ્યું હતું કે, 77માં સ્વતંત્રતા પર્વને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે.