સરગમ ક્લબ તેમજ એચ.પી. રાજ્યગુરુના સયુંકત ઉપક્રમે આયોજન
ત્રણ દિવસ કેમ્પમાં 74 દર્દીએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સાસ્કૃતિક,સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને એચ.પી.રાજ્યગુરુનાં ડો. પ્રવિણભાઈ એલ. રાજ્યગુરુ સ્મૃતિમાં સયુંકત ઉપક્રમે તા.1/01/2025 થી 3/01/2025ના રોજ આ જયપુર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 74 દર્દીઓ એ લાભ લીધો જેમાં કેલીપર્સ નાં દર્દી 24 લેગ (પગ) નાં દર્દી 38 અને રીપેરીંગ 12 દર્દી વિનામૂલ્યે લાભ લીધો હતો.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને એચ.પી.રાજ્યગુરુ નાં હેતલભાઈ રાજ્યગુરુ ના જણાવ્યા અનુસાર,આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. દર વર્ષે 1 જાન્યુઆરી ના રોજ હેતલભાઈ રાજ્યગુરુ દ્રારા જયપુર ફૂટ કેમ્પ યોજાશે.
મહેમાન માં ઘનસુખભાઇ ભંડેરી, નીલેશભાઇ ભટ્ટ રાજયગુરુ પરીવારના હેતલભાઇ રાજયગુરુ રચીતભાઇ – પ્રવીણાબેન દીપાબેન રાજ્યગુરુ હાજર રહેલ રાજયગુરુ પરીવાર તરફથી કેમ્પમાં આવેલ દર્દીઓને તેમજ સગાવહાલાઓને નાસ્તો કરાવેલ હતો.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ એચ.પી.રાજયગુરૂ ના હેતલભાઈ રાજ્યગુરુ તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પ ડો.પ્રવિણભાઈ એલ. રાજ્યગુરુ ની પુણ્ય સ્મૃતિ માં યોજાયેલ. આ કેમ્પ ને સફળ બનાવવા માટે શ્રી દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર,જે.કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મિરાણી, અનવરભાઈ ઢેબા, નીશાબેન વડગામા, તેમજ ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, મધુરીકાબેન જાડેજા, કૈલાશબા વાળા, આશાબેન ભૂછ્ડા, સુધાબેન દોશી, જયશ્રીબેન વ્યાસ, હર્ષાબેન પીઠડીયા, હર્ષાબેન કથ્રેચા, મિતલબેન ચગ, દિવ્યાબેન ઉમરણીયા વગેરે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ માં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરે સેવા આપતા આવનારા તમામ દર્દીઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવ્યા હતાં. આગામી કેમ્પ તા.1/02/2025 નાં રોજ 3 દિવસ માટે યોજાશે.