ત્રણ દિવસ કેમ્પમાં 81 દર્દીએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાંસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહ્યું છે. સરગમ ક્લબ અને લંડન મા કૃપા ફાઉન્ડેશન જયંતિભાઈ ખંગ્રામના સયુંકત ઉપક્રમે તા.01 – 03 એપ્રિલના રોજ આ જયપુર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 81 દર્દીઓ એ લાભ લીધો હતો. જેમાં કેલીપર્સ નાં દર્દી 29 લેગ (પગ) નાં દર્દી 40 કેલીપર્સ ના અને રીપેરીંગ 12 દર્દી વિનામૂલ્યે લાભ લીધો હતો. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને જયંતિભાઈ ખંગ્રામ એ જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પમાં અમોને મા કૃપા ફાઉન્ડેશન (લંડન) ટ્રસ્ટી જયંતીભાઈ ખંગ્રામ, રશ્મીભાઈ શાહ. અશોકભાઈ ડાલિયા, બજી મિસ્ત્રી નો સહયોગ મળિયો હતો. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ જતથા જયંતિભાઈ ખંગ્રામ તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કેમ્પ ને સફળ બનાવવા માટે દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મિરાણી, કનૈયાલાલ ગજેરા, તેમજ ભાવનાબેન મહેતા, મધુરીકાબેન જાડેજા, કૈલાશબા વાળા, આશાબેન ભૂછ્ડા, સુધાબેન દોશી, જયશ્રીબેન વ્યાસ, હર્ષાબેન પીઠડીયા, મિતલબેન ચગ, દિવ્યાબેન ઉમરાણીયા, નીશાબેન વડગામા, હર્ષાબેન કથ્રેચા, વગેરે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ માં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરે સેવા આપેલ આવનારા તમામ દર્દી ઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવ્યા હતા. આગામી કેમ્પ તા. 01/05/25 નાં રોજ 3 દિવસ માટે યોજાશે.