ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.27
અમરેલીના મોટા આસરાણા ગામ નજીક આવેલ (ઘ સ્કુલ ઓફ સાયન્સ) એસ.ઓ.એસ સ્કુલ ખાતે ત્રી-દિવસીય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા શાળા પરીવાર દ્વારા 151 યજ્ઞકુંડ બનાવવામા આવ્યા હતાં. જ્યારે પ્રથમ દિવસે શાળાના વિધાર્થીઓ સાથે તેમના વાલીઓ અને શાળા પરીવાર દ્વારા લક્ષ્મીનારાયણ યજ્ઞમાં યજમાન પદે આહુતિ આપી હતી. અને વિધિવત રીતે વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચાર સાથે આહુતી આપવામા આવેલ હતી. આ યજ્ઞમાં શાળાના બાલભવન તથા ધોરણ-1 થી 12 સુધીના વિધાર્થી ભાઇઓ-બહેનોએ યજ્ઞમાં યજમાન પદે બેસયા હતા. આ સાથે સર્વરોગ નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામા લોકોએ કેમ્પનો લાભ લઇ બ્લડ ડોનેટ કર્યુ હતુ. ખાસ કરીને વિધાર્થીઓમા અવરનેસ લાવવા માટે સુંદર કાર્યક્રમો કરવામા આવતા હોય છે. આ ત્રી-દિવસીય લક્ષ્મીનારાયણ યજ્ઞમાં એસ.ઓ.એસ સ્કુલના ટ્રસ્ટી ત્રંબકભાઇ વાણીયા, ભાવેશભાઇ કલસરીયા, ગોપાલભાઇ કવાડ સહિત સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
અમરેલીના મોટા આસરાણા નજીક S.O.S સ્કુલ ખાતે ત્રી-દિવસીય 151 કુંડ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરાયું
