ફરી એક વાર બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડુંનું નામ દાના છે. જાણો ક્યાં રાજ્યો પર થશે અસર
દેશમાં ચારથી પાંચ દિવસ ફરી જામશે ચોમાસું
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 થી 26 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરથી રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. દેશના અનેક રાજ્યોમાં ચારથી પાંચ દિવસ ફરી વરસાદી માહોલ છવાશે.
આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં સિક્કિમ, પૂર્વોતર ભારત, છતીસગઢ, મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત, ઉત્તરાખંડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોવીસ કલાક દરમિયાન તમિલનાડુ, રોયલ સીમા, કર્નાટક અને કેરળમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
માછીમારોને દરિયો ન ખેડવા સુચના
હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશરવાળું વાવાઝોડું અરબસાગરમાં પહોંચી ગયું છે. જેના કારણે માછીમારોને માછલી પકડવા કે અન્ય કોઈ ગતિવિધિ માટે દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.