ફાયર વિભાગે આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાં મરચાં ભરેલ એક આઇસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. સુકા લીલા મરચા ભરેલ આઇસર ટ્રક માર્કેટીંગ યાર્ડ તરફ જઇ રહ્યું હતું અને તે દરમિયાન અચાનક ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટેગોટા નિકળ્યાં હતા. આ ધટનાને લઇ સ્થાનિકોએ અમરેલી ક્ધટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ અમરેલી ફાયર ઓફિસર એચ. સી. ગઢવી સહિત ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતાં અંદાજીત ટ્રકમાં 4000 કીલો મરચાં બળીને ખાખ થયાં હતાં. આ સાથે 3.50 લાખ ઉપરાંતના મરચાં બળીને ખાખ થયાં હતાં. આગ લાગતા થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી. અમરેલી ફાયર વિભાગ ટીમની ભારે મહેનત બાદ સંપૂર્ણ પણે આગ પર કાબૂ મેળવી લીધો હતો.