બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક સાત માળની ઈમારતમાં ગુરુવારે રાત્રે 9.50 કલાકે આગ લાગી હતી. આગ બિલ્ડિંગના પહેલા માળે આવેલી એક રેસ્ટોરન્ટમાં લાગી હતી અને થોડી જ વારમાં તે ઉપરના માળ તરફ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
Bangladesh: Massive fire kills 44 people at Bailey Road building in Dhaka
- Advertisement -
Read @ANI Story | https://t.co/ykjeSlkJuU#Bangladesh #Fire #Dhaka pic.twitter.com/IRQ4M2AeUQ
— ANI Digital (@ani_digital) February 29, 2024
- Advertisement -
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાત માળની ઇમારતના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે 9.50 કલાકે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ તરફ પણ ફેલાઈ ગઈ હતી.
એક અધિકારીએ જણાવ્યું કે આગને કારણે 75 લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા, જેમાંથી 42 બેભાન થઈ ગયા હતા. આ લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે હાજર હોવાનું કહેવાય છે.
#WATCH | A massive fire that raced through a six-storey building overnight in Bangladesh's capital Dhaka has killed at least 43 people and injured dozens, the country's health minister said. 22 others are being treated at hospitals with burn wounds: Reuters
(Video Souce:… pic.twitter.com/eYCUMJG6tQ
— ANI (@ANI) March 1, 2024
આરોગ્ય પ્રધાન ડૉ સામંત લાલ સેને જણાવ્યું હતું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકોના મોત થયા હતા જ્યારે નજીકની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે બંને હોસ્પિટલમાં 22 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે, જેઓ બચી ગયા તેમની શ્વસનતંત્રને ખરાબ રીતે નુકસાન થયું હતું.