સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરી તપાસ વધારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
બાંટવાની ચકચારી લૂંટની ઘટનામાં વધુ મુદ્દામાલ કબજે કરવા માટે જુનાગઢ જિલ્લા એલસીબીની ટીમ ફરી ગુરુવારે અમદાવાદમાં ધામા નાખીને તલસ્પર્શી તપાસ કરશે. પોલીસે આજે એફએસએલના અધિકારીઓને સાથે રાખીને બનાવ સ્થળે જઈ લૂંટના બનાવને કેવી રીતે ઉપજાવી કાઢ્યો તે અંગે આરોપીઓ પાસેથી રી ક્ધટ્રક્શન કરાવ્યું હતું. સમગ્ર કેસમાં ઝીણવટ ભરી તપાસ કરતા એલસીબીના પીઆઇ જતીન જે. પટેલ સહિતની ટીમે સાયન્ટિફિક પુરાવાઓ પણ એકત્રિત કરવા કવાયત કરી છે.
પોલીસે 5 કિમીનો વિસ્તાર ખુંદીને દાગીનાનાં ખાલી બોક્સ કબજે કર્યા હતા. યાજ્ઞિક, ધનરાજે સોનાના દાગીનાના ફેંકી દીધેલા ખાલી 5 બોક્સ પૈકી 3 બોક્સ રી-ક્ધટ્રક્શન દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચે 5 કિમી વિસ્તારમાંથી કબજે કર્યા હતા. તેમજ ધનરાજે સરાડીયાથી પાજોદ રોડ ઉપર ફેંકી દીધેલ કટર અને ધનરાજે ચૌટા વણાંકથી સરાડીયા વચ્ચે વહેતા પાણીના વોકળામાં ફેંકેલ કાળા કલરનું બેગ તરવૈયાઓની મદદથી કબજે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ઘટનાનું રી-ક્ધટ્રક્શન, પાણીમાંથી થેલો કઢાયો
બાંટવા લૂંટ કેસમાં એફએસએલ અધિકારી એ. એ. સરીયા, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ એચ.એસ. વ્યાસની હાજરીમાં એલસીબી પીઆઇ જે. જે. પટેલની ટીમે આરોપી યાજ્ઞિક જોષી, ધનરાજ ભાડંગેને સાથે રાખી બનાવ સ્થળનું રી-ક્ધટ્રક્શન કર્યું હતું. જેમાં યાજ્ઞિકે તેના ભાઈ મોહિતને ખખાવી રોડ પર જે જગ્યાએ સોનાના દાગીના બોક્સમાંથી કાઢી તથા રોકડનું પોટલું બાંધી આપેલ તે જગ્યાએ રી-ક્ધટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.