દેશી દારૂ સહિત અન્ય સામગ્રી મળી કુલ 26,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાટડી નજીક પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન દેગામ ખાતે તલાવડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના અસ્લમખાન મલેક, સંજયભાઈ પાઠક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતનાઓ દ્વારા દરોડો કરી દેશી દારૂ 22 લિટર કિંમત 4400 રૂપિયા, દેશી દારૂ બનાવવાનો આથો 700 લિટર કિંમત 17,500 રૂપિયા ફિંવફ અન્ય સામગ્રી સાથે એક મોબાઇલ કિંમત 5000 રૂપિયાનો મળી કુલ 26,900 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નરેશભાઈ લાભુભાઈ ઠાકોર રહે: દેગામ વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



