ભાવનગર ધોલેરા હાઇવે ઉપર ભાડભીડ પ્લાઝા પર દરોડો : 58 લાખનો મુદ્દામાલ કબજે : પાંચ શખ્સોની શોધખોળ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં દારૂની હેરાફેરી ઉપર પોલીસ ખાસ વોચ રાખી રહી છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ રાજ્યભરમાં દારૂની ડિલિવરી ઉપર વિશેષ વોચ રાખી દરરોજ લાખો રૂપિયાનો દારૂ પકડી રહી છે.
દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના ડિવાયએસપી કે ટી કામળિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આઈ એસ રબારી અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને ખાનગીરાહે હકીકત મળી હતી કે ધોલેરા ભાવનગર હાઇવે ઉપર ભાડ ભીડ જોલ પ્લાઝા પાસેથી એક ગેસનું ટેન્કર જેમાં દારૂનો મોટો જથ્થો ભરાઈને જવાનો છે આ બાતમી આધારે વોચ ગોઠવી હતી દરમિયાન ઇંછ 65 અ 8262 નંબરનું ટેન્કર પસાર થતાં અટકાવી જડતી લેતા તેમાંથી 33,00,720 રૂપિયાની કિમતની 16,680 બોટલ દારૂ મળી આવતા દારૂ, બે મોબાઈલ, વાહન, રોકડ સહિત 58,13,880નો મુદામાલ કબજે કરી રાજસ્થાન બિકાનેરના ડ્રાયવર ગંગારામ કાસુરામ ઝાટની ધરપકડ કરી હતી તેમજ દારૂ મોકલાવનર રાજસ્થાનના અનિલ પંડયા, તેનો ભાગીદાર પવનસિંગ, બીજો ભાગીદાર તૌફીક, ટેન્કરનો માલિક અને ભાવનગર ખાતે માલ મંગાવનાર એમ પાંચની શોધખોળ હાથ ધરી છે આ અંગે સનેશ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.