ખાસ-ખબર સંવાદદાતા
ઉનાના મેણ ગામે એક સગર્ભા મહિલા ભાવનાબેન ભગવાનભાઇ ડાભીને પ્રસૂતિનો દુ:ખાઓ થતાં ઉના 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અને 108માં ફરજ પરના કર્મચારી ઈએમટી જગદિશ મકવાણા અને પાયલોટ દેવસીભાઇ તાત્કાલીક પોતાના ગામે ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અચાનક તે મહિલાને દુ:ખાઓ વધવાથી તેમનું ઘટના સ્થળ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. 108 ના ઈએમટીની આવડત અને ઉચ્ચઅધિકારી ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. અને બંનેને સલામત રીતે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ મહીલાની પ્રસૂતી થતા દિકરાનો જન્મ થયો હોય આમ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના કર્મચારીનોની કામગીરીને મહીલાના પરીવારના સંબંધીઓએ આભાર માન્યો હતો. આ તકે જીલ્લાના ઉચ્ચ અધિકારી દિનેશ ઉપાધ્યાય અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ 108ના કર્મીચારીની સારી કામગીરી કરવા બદલ અભિનંદન
પાઠવ્યા હતા.