ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાની શિબિરના આયોજન થઈ રહ્યા છે તેના ભાગરૂપે સુલતાનાબાદ ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પશુપાલન શિબિરમાં જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ઝાલાવાડીયા, જીવાભાઇ મારડિયા, કંચનબેન ડઢાણીયા, વજુભાઈ ઝાલાવાડીયા કિરણભાઈ ચૌહાણ તેમજ ડો. વિરલ આહીર, ડો. દિલીપ પાનેરા, ટીડીઓ બી.પી. નંદાણીયા, ડો. પી. ડી. કારેથા, ડો. અશોક ગજેરા સહિત અધિકારીઓ દીપ પ્રાગટ્ય કરીને આ શિબિર ને ખુલ્લી મૂકી હતી. આ તકે જુનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિરે ગ્રામ્ય કક્ષાના પશુપાલકોને પશુપાલન વ્યવાયથાએ શું લાભ થાય તેવી અદ્યતન માહિતી આપી હતી.
માણાવદરના સુલતાનાબાદ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી
