જૂનાગઢ વંથલી ખાતે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનો ત300 જેટલા પશુપાલકોએ લાભ લીધો હતો. જેમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, દૂધ ઉત્પાદન વધારવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે પશુપાલકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ શિબિર માં ઉપસ્થિત આગેવાનો એ જણાવ્યું હતું કે ખેતીની સાથે વ્યવસાયિક ધોરણે પશુપાલન અપનાવવામાં આવે તો ખૂબ મોટા લાભો પ્રાપ્ત કરી શકાય છે. તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાની સાથે પશુપાલન કરવામાં આવે તો તેના વિશેષ આર્થિક લાભો મેળવી શકાય છે. આમ, ખેતી અને પશુપાલન એકબીજાના પુરક છે. જેને વ્યવસાયિક ધોરણે અપનાવવાથી ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.આ તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
Follow US
Find US on Social Medias