ચાંદીપુરા વાયરસનાં લક્ષણો દેખાતા બાળકને સારવારમાં ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
- Advertisement -
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં લીધે તમામ પરિવારો ભયના ઓથા હેઠળ હોય તેવું નજરે પડે છે સાથે સરકારી તંત્ર પણ સતત જનજાગૃતિ અને કામગીરી કરી રહી છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી, મૂળી, ચૂડા, ધ્રાંગધ્રા અને હવે વઢવાણ ખાતે પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
જેમાં વઢવાણ ખાતે આશરે દશ વર્ષીય બાળકને ચાંદીપૂરા વાયરસનાં લક્ષણો નજરે પડ્યાં હતાં. દશ વર્ષીય બીમાર બાળકને તાવ, ખેંચ સહિતના લક્ષણો નજરે પડતાં હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો હતો બાળકમાં ચાંદીપૂરાના લક્ષણો નજરે પડતા સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. આ તરફ બાળકને ચાંદીપૂરા વાયરસના લક્ષણો નજરે પાડતાં સ્થાનિક આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી.